Video: chandrayaan 3ના સફળ લેન્ડિંગ પર ખુશીથી ઝૂમી ઉઠી ધોનીની દીકરી, ઐતિહાસિક ક્ષણ જોતા જોતા આ રીતે કરી ઉજવણી
chandrayaan 3: ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો છે
chandrayaan 3: 23 ઓગસ્ટની સાંજ ભારતના દરેક નાગરિક માટે ઐતિહાસિક છે. ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બની ગયો છે. દેશના ખૂણે ખૂણે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ચંદ્ર પર ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે એમએસ ધોનીની પુત્રી જીવા પણ ઝૂમી ઉઠી હતી.
MS Dhoni's daughter, Ziva celebrating when Chandrayaan reached the Moon.pic.twitter.com/0x6O3qZEjR
— Johns. (@CricCrazyJohns) August 23, 2023
જીવાએ પણ ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની ઉજવણી કરી
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમએસ ધોનીની પુત્રી ઝીવા ટીવી સામે ઉભેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ટીવીમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના દ્રશ્યો ચાલી રહ્યા છે. ચંદ્રયાન-3ના ઐતિહાસિક લેન્ડિંગ પર જીવા ખુશી વ્યક્ત કરી રહી છે. વિડિયોમાં માહીની દીકરી આ ક્ષણને એન્જોય કરતી જોવા મળી રહી છે.
40 દિવસની યાત્રા સફળ રહી
14 જૂલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 એ સાંજે 6.5 કલાકે સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ 40 દિવસની મુસાફરી બાદ ચંદ્રની સપાટી પર પગ મૂક્યો છે. ચંદ્રયાન-3ના મિશનને સફળ બનાવવા માટે લગભગ 625 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું હતું. જો કે, તેમ છતાં ISROએ હિંમત હારી નહીં અને 23 ઓગસ્ટની સાંજે ઇતિહાસ રચ્યો હતો.
બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા હતા. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આયરલેન્ડના પ્રવાસ પર છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે આયરલેન્ડમાં ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ જોયું હતું. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ સિવાય ટીમના લગભગ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ નજરે પડે છે.
🎥 Witnessing History from Dublin! 🙌
— BCCI (@BCCI) August 23, 2023
The moment India's Vikram Lander touched down successfully on the Moon's South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN