(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: શું વરસાદ RCB vs CSK મેચમાં વિધ્ન બનશે ? જાણો કેવું રહેશે બેંગ્લુરુનું હવામાન
IPL 2023માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે મુકાબલો છે.
Bangalore Weather Forecast, CSK vs RCB: IPL 2023માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બંને ટીમોના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં રહેશે. તે જ સમયે, ફાફ ડુપ્લેસીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ છે, પરંતુ શું વરસાદ બંને ટીમો વચ્ચેની મેચમાં ખલેલ પહોંચાડશે ?
શું મેચ દરમિયાન વરસાદ વરસશે ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, પરંતુ શું આ મેચમાં વરસાદ વિલન બનશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બેંગ્લોરનું આકાશ મોટાભાગે વાદળછાયું રહેશે. આ સાથે હળવો વરસાદ પણ પડી શકે છે. જો વરસાદ પડે તો ક્રિકેટ ચાહકોને નિરાશ થવું પડી શકે છે. સોમવારે બેંગ્લોરનું સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
બેંગલોરમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ?
આ સિવાય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે બેંગ્લોરમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, ક્રિકેટ ચાહકો આશા રાખશે કે સોમવારે બેંગ્લોરમાં વરસાદ વિલન ન બને. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ક્રિકેટ ચાહકો આશા રાખશે કે મેચના દિવસે બેંગ્લોરમાં વરસાદ નહીં પડે.