શોધખોળ કરો
Advertisement
ચીની કંપની VIVOને આઇપીએલની સ્પૉન્સરશીપ આપવા અંગે BCCIએ શું કહ્યું, જાણો વિગતે
ધૂમલે કહ્યું ઉતાવળમાં વાત કરવાથી તર્ક પાછળ રહી જાય છે, આપણે સમજવુ પડશે કે આપણે ચીનના હિતમાં ચીની કંપનીઓને સહયોગ કરવાની વાત કરી રહ્યાં છીએ કે ભારતના હિત માટે ચીની કંપનીઓની મદદ લઇ રહ્યાં છીએ
નવી દિલ્હીઃ લદ્દાખ સીમા પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આખા દેશ ગુસ્સામાં છે. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જાંબાઝો શહીદ થયા બાદ દેશના ખુણે ખુણાથી ચીની સામાન અને ચીની કંપનીઓને બહિષ્કાર કરાઇ રહ્યો છે. ત્યારે આઇપીએલની સ્પૉન્સર વીવોને લઇને બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે.
બોર્ડના કોષાધ્યક્ષ અરુમ ધૂમલે શુક્રવારે કહ્યું કે, બીસીસીઆઇ આગામી ચક્ર માટે પોતાની સ્પૉન્સરશીપ નીતિની સમીક્ષા કરવા માટે ખુલ્લુ છે, પણ હાલની આઇપીએલ ટાઇટલ સ્પૉન્સર વીવોની સાથે પોતાના સંબંધો સમાપ્ત કરવાની બોર્ડની કોઇ યોજના નથી, કેમકે ચીની કંપની પાસેથી આવનારા પૈસા ભારતની અર્થવ્યવસ્થાની મદદ કરી રહ્યાં છે.
દેશભરમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંગે ધૂમલે કહ્યું કે ચીની કંપનીઓ આઇપીએલ જેવી ભારતીય બ્રાન્ડ્સને સ્પૉન્સર કરે છે, અને માત્ર પોતાના દેશના હિતોની સેવા કરે છે. બીસીસીઆઇને વીવોથી વાર્ષિક 440 કરોડ રૂપિયા રૂપિયા મળે છે, અને પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ 2020માં ખતમ થવાનો છે.
ધૂમલે કહ્યું ઉતાવળમાં વાત કરવાથી તર્ક પાછળ રહી જાય છે, આપણે સમજવુ પડશે કે આપણે ચીનના હિતમાં ચીની કંપનીઓને સહયોગ કરવાની વાત કરી રહ્યાં છીએ કે ભારતના હિત માટે ચીની કંપનીઓની મદદ લઇ રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્ટેમ્બર સુધી મોબાઇલ કંપની ઓપ્પો ભારતીય ટીમની સ્પૉન્સર હતી, ત્યારબાદ બેંગ્લુંરુ સ્થિતિ શૈક્ષણિક સ્ટાર્ટઅપ બાયજૂએ ચીની કંપનીની જગ્યા લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement