શોધખોળ કરો
પક્ષીઓને દાણા ખવડાવવાના કારણે વિવાદમાં સપડાયો આ સ્ટાર ભારતીય ક્રિકેટર, થઇ મોટી કાર્યવાહી
પક્ષીઓને દાણા ખવડાવવા પર વિવાદ થઇ ગયો છે. તંત્રએ ધવનને નાવડીમાં બેસાડીને સફર કરાવનારા નાવિક અને નાવડી ચલાવનારનુ ચલણ ફાડ્યુ છે. શિખર ધવને કાશી પ્રવાસ દરમિયાન ધવને બાબા વિશ્વનાથના દર્શન માટે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો

(પ્રતિકાત્મક તસવીર)
વારાણસીઃ કાશીમાં વેકેશન મનાવી રહેલો ટીમ ઇન્ડિયાના ધૂરંધર બેટ્સમેન શિખર ધવન વિવાદોમાં સપડાઇ ગયો છે. વારાણસીમાં નાવડી પર ધવને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. પક્ષીઓને દાણા ખવડાવવા પર વિવાદ થઇ ગયો છે. તંત્રએ ધવનને નાવડીમાં બેસાડીને સફર કરાવનારા નાવિક અને નાવડી ચલાવનારનુ ચલણ ફાડ્યુ છે. શિખર ધવને કાશી પ્રવાસ દરમિયાન ધવને બાબા વિશ્વનાથના દર્શન માટે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.
દશાશ્વમેઘ પોલીસે નાવિક પ્રદીપ સાહની અને નાવ ચાલક સોનૂને કલમ 18 અંતર્ગત ચલણ કાપ્યુ છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે નૌકા સંચાલન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લા તંત્ર તરફથી બર્ડ ફ્લૂના ખતરાને જોતા સુરક્ષાની દ્રષ્ટિએ ગંગામાં પક્ષીઓને દાણા ખવડાવવા પર રોક લગાવવામાં આવી છે.
શિખર ધવનની તસવીર થઇ હતી વાયરલ
શનિવારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પક્ષીઓને દાણા ખવડાવતો હોય તેવી તસવીરો શેર કરી હતી. આ તસવીરો વાયરલ થતા વારાણસી જિલ્લાએ આ મામલે નોંધ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, બર્ડ ફ્લૂના કારણે ડીએમ કૌશલરાજ શર્માએ ગત 11 જાન્યુઆરીએ ગંગા નદીમાં પ્રવાસી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ લગાવતા નગર નિગમ અને જળ પોલીસને તેના પર દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા હતા.
તસવીર- ઈસ્ટાગ્રામ-શિખર ધવન

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
સમાચાર
અમદાવાદ
Advertisement
