શોધખોળ કરો
Advertisement
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પહેલા એડીલેડમાં કોરોનાનો કેર, કાંગારુ કેપ્ટન ટિમ પેન ક્વૉરન્ટાઇનમાં
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો કેર ફરી એકવાર સામે આવી રહ્યો છે. એડીલેડમાં કોરોનાના વાયરસના નવા કેસો બાદ સોમવારે કેપ્ટન ટિમ પેન સહિત ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓને ક્વૉરન્ટાઇનમાં જવુ પડ્યુ છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, ભારત વિરુદ્ધ અહીં 17 ડિસેમ્બરે રમાનારી પ્રથમ ટેસ્ટ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રમાશે.
એડીલેડમાં કોરોના વાયરસના કેટલાય કેસો સામે આવતા અફડાતફડી મચી ગઇ છે, આ કેસો બાદ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા, તસ્માનિયા અને નોર્થન ટેરીટરીના દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સાથે પોતાની સરહદોને બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સોમવારે બપોરે 11.59 મિનીટે એડીલેડથી આવનારા તમામ લોકો માટે 14 દિવસનો ક્વૉરન્ટાઇન લાગુ કરી દેવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલી ડે નાઇટ ટેસ્ટના સંદર્ભમાં કહ્યું- નજર રાખવામાં આવી રહી છે પરંતુ કહાની અહીં જ પુરી નથી થઇ જતી. સંક્રમણના કેસો રવિવાર ચાર હતા પરંતુ સોમવારે આ આંકડો વધીને 17 પર પહોંચી ગયો. આ કેસોની અસર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સિઝન પર પડી શકે છે. પરંતુ સીએએ કહ્યું કે, ભારત વિરુદ્ધ રમાનારી એડીલેડ ઓવલમાં આગામી મહિનાની ટેસ્ટ સીરીઝ પહેલા ડે-નાઇટ ટેસ્ટના આયોજન પર સંદેશ રાખવાનુ કોઇ કારણ નથી. ક્રિકેટ બોર્ડ સંક્રમણના પરિણામો પર નજર રાખી રહ્યું છે, અને તેના અધિકારીઓ એડીલેડમાં નીતિઓ બનાવનારા ટૉપ લોકોના સંપર્કમાં છે.
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસનુ ફૂલ શિડ્યૂલ......
વનડે સીરીઝ
પહેલી વનડે- 27 નવેમ્બર, સિડની
બીજી વનડે- 29 નવેમ્બર, સિડની
ત્રીજી વનડે- 1 ડિસેમ્બર, માનુકા ઓવલ
ટી-20 સીરીઝ
પહેલી મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની
ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની
ટેસ્ટ સીરીઝ
પહેલી ટેસ્ટ- 17-21 ડિસેમ્બર, એડિલેડ
બીજી ટેસ્ટ- 26-31 ડિસેમ્બર, મેલબોર્ન
ત્રીજી ટેસ્ટ- 7-11 જાન્યુઆરી, સિડની
ચોથી ટેસ્ટ- 15-19 જાન્યુઆરી, બ્રિસ્બેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement