શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે રમાનારી ટેસ્ટ શ્રેણીના સ્થળ કર્યા જાહેર, એક ટેસ્ટ ડે નાઇટ રમાશે, જાણો વિગત
ભારત ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં યજમાન ટીમને 2-1થી હાર આપીને સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.
મેલબોર્નઃ કોરોનાના કહેર વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે સીઝનનો ક્રિકેટ કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં ભારત સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પણ સમાવેશ થાય છે. ભારત ચાલુ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જેમાં ચાર ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે.
ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુના રિપોર્ટ પ્રમાણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ડિસેમ્બર3 થી 7 સુધી બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટ મેચ ડે નાઇટ હશે અને તે 11-15 ડિસેમ્બર સુધી એડિલેડમાં રમાશે.
અંતિમ બે મેચ અનુક્રમે મેલબોર્ન અને સિડનીમાં રમાશે. મેલબોર્નમાં રમાનારી મેચ બોક્સિંગ ડેના દિવસે ચાલુ થશે, જ્યારે અંતિમ ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી, 2021 સુધી સિડનીમાં રમાશે. ભારત ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં યજમાન ટીમને 2-1થી હાર આપીને સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારતની જીતમાં ચેતેશ્વર પુજારા હીરો રહ્યો હતો.Cricket Australia finalises four venues for Test series against India Read @ANI story | https://t.co/6ArjFGZt07 pic.twitter.com/ImqGWPWuku
— ANI Digital (@ani_digital) May 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion