T20 World Cup 2022: ચાલુ મેચમાં સ્ટેડિયમમાં બેસીને નવલકથા વાંચતો રહ્યો દર્શક, વાયરલ થયો Video
T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી બોલ અને બેટ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ઘણા ઉતાર-ચઢાવ આ વર્લ્ડ કપને રોમાંચક બનાવ્યા છે.
T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી બોલ અને બેટ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ઘણા ઉતાર-ચઢાવ આ વર્લ્ડ કપને રોમાંચક બનાવ્યા છે. ખેલાડીઓ મેદાનમાં બોલ અને બેટથી પોતાની કુશળતા બતાવી રહ્યા છે, પરંતુ રમતની બહાર પણ ઘણા રસપ્રદ દ્રશ્યો અને ઘટનાઓ જોવા મળી છે. ક્યારેક કોઈને સ્ટેડિયમમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા જોવા મળ્યા છે તો ક્યારેક કોઈ વિરાટ કોહલીના હોટલ રૂમમાં ઘૂસણખોરી કરતા જોવા મળ્યા છે. મંગળવારે ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ (NZ vs ENG) મેચ દરમિયાન આવું જ રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું હતું.
ચાલુ મેચમાં નવલકથાનો આનંદઃ
T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલની રેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય એવી ન્યૂઝિલેન્ડ અને ઈંગ્લેન્ડની આ મેચમાં એક દર્શક નવલકથા વાંચતો જોવા મળ્યો હતો. લાઈવ મેચ દરમિયાન બીજી ઈનિંગની શરૂઆતમાં જ આ નજારો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ICCએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં એક દર્શક અમેરિકન નવલકથાકાર ક્લાઈવ કેસલરની નવલકથા 'ક્રેસન્ટ ડોન' વાંચતો જોવા મળે છે.
View this post on Instagram
બેટમેન બનીને મેચ જોવા પહોંચ્યો ક્રિકેટ ફેનઃ
આ ક્રિકેટ ફેન સિવાય અન્ય એક ફેન પણ કેમેરાને આકર્ષિત કર્યો હતો. આ ફેન સંપૂર્ણપણે બેટમેનના ડ્રેસમાં તૈયાર થઈને સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળતો જોવા મળ્યો હતો. જ્યારે કેમેરા આ ફેન તરફ વળ્યો ત્યારે આ બેટમેને કેમેરા તરફ જોયું અને 'હું તમને જોઈ રહ્યો છું' એવો ઈશારો કર્યો.
View this post on Instagram