Hardik Pandya પંડ્યાની ખરાબ હરકત, ગાળ કાઢીને મેદાન પર ચહલ પાસે મંગાવ્યુ પાણી, જુઓ વીડિયો
હાલમાં જ હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેની આગેવાનીમાં યુવા ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે,
Hardik Pandya: ભારતીય ટીમના ટી20 કેપ્ટન બની ચૂકેલા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની એક ખરાબ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના પર ફેન્સ ખુબ ગુસ્સે ભરાયા છે, આ વીડિયોમાં હાર્દિક પંડ્યા સાથી ખેલાડીએ જે આજની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી તેને ગાળ કાઢીને પાણી મંગાવી રહ્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે
હાલમાં જ હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેની આગેવાનીમાં યુવા ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે, ત્યારે આ પ્રકારની હાર્દિક પંડ્યાની હરકત પર લોકો ગુસ્સે ભરાયા છે.
ખરેખરમાં ઇડન ગાર્ડન પર રમાયેલી આજની બીજી વનડેમાં જ્યારે તેને યુજવેન્દ્ર ચહલ પાસે પાણી મંગાવ્યુ તો તે દરમિયાન તેનો ગાળો કાઢતો વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક પંડ્યા મેદાન પર સાથી ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરતો સાંભળવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેણે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે થવાની સાથે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.
Hardik bhai 😭🤣#INDvsSL pic.twitter.com/SlAyhmr5fR
— RADHE 🚬🇮🇳 (@Iamradhe_p00) January 12, 2023
આજની મેચની વાત કરીએ તો, હાર્દિક પંડ્યાએ પણ મેચમાં પાંચ ઓવર ફેંકી હતી પરંતુ તેને એક પણ વિકેટ મળી ન હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી છે, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા તરફથી મળેલા 216 રનોના લક્ષ્યાંકને 40 બૉલ બાકી રહેતા 4 વિકેટથી હાંસલ કરી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-0થી લીડ બનાવીને સીરીઝ પર કબજો જમાવી લીધો છે. હવે ત્રીજી વનડે માત્ર ઔપચારિક બની રહેશે.
કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકત્તનાના ઇડન ગાર્ડન્સ મેદાન પર બીજી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટના નુકશાને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો, આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ પર પણ કબજો જમાવી દીધો હતો.