Cricket: વર્લ્ડકપ પહેલા બાગેશ્વર બાબાના શરણમાં પહોંચ્યો આ ભારતીય ક્રિકેટર, પગે લાગીને લીધા આશીર્વાદ, જુઓ....
ભારતીય ક્રિકેટર કુલદીપની તસવીરો બાગેશ્વર ધામ સરકાર નામના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. આમાં યાદવ હાથ જોડીને બાબાના પગ પાસે બેઠેલા જોવા મળી રહ્યો છે.
Cricket News: ભારતીય ટીમ આગામી દિવસોમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે, આ પછી ટીમ ઇન્ડિયા પોતાના વનડે વર્લ્ડકપ 2023ના મિશનની શરૂઆત કરશે. જોકે, આ પહેલા ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો એક્ટિવ થઇ ગયા છે, ટીમ ઈન્ડિયા આ મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. જ્યાં તેને ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝ રમવાની છે. આ બધાની વચ્ચે ટીમમાં સ્ટાર બૉલર કુલદીપ યાદવની તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ટીમમાં કુલદીપ યાદવને જગ્યા મળી છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ સ્પિન બૉલરે ધીરેન્દ્ર શાસ્ત્રીના પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
ભારતીય ક્રિકેટર કુલદીપની તસવીરો બાગેશ્વર ધામ સરકાર નામના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવી હતી. આમાં યાદવ હાથ જોડીને બાબાના પગ પાસે બેઠેલા જોવા મળી રહ્યો છે. દિલ્હીના પટપરગંજ વિસ્તારમાં 6 અને 7 જુલાઈએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલદીપ યાદવ પણ પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કુલદીપ યાદવને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ભક્તિમાં તલ્લીન જોવા મળી રહ્યો છે. કુલદીપ ગયા મહિને વૃંદાવન પહોંચ્યો હતો, જ્યાં તેને બાંકે બિહારીની મુલાકાત લીધી હતી. કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ 22 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે મેચમાં તેને 3 વિકેટો ઝડપી હતી. ત્યારપછી તેને ફરી ક્યારેય તક મળી નથી.
भारतीय क्रिकेट के स्पिन जादूगर और पूज्य सरकार के प्रिय लाड़ले कुलदीप यादव धाम पधारे पूज्य सरकार का जन्मोत्सव मनाया साथ ही पूज्य सरकार का आशीर्वाद लिया… pic.twitter.com/ErAKnBV8fa
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 6, 2023
કુલદીપ યાદવે પોતાની કારકિર્દીમાં 8 ટેસ્ટ, 81 વનડે અને 28 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેને અનુક્રમે 34, 134 અને 46 વિકેટો ઝડપી છે. કુલદીપે ટેસ્ટ મેચમાં 3 વાર જ્યારે વનડે અને ટી20માં 1 વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. કુલદીપે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 73 મેચ રમી છે. આ 73 મેચોમાં તેની કુલ 71 વિકેટ છે. આ દરમિયાન તેની ઇકોનૉમી માત્ર 28ની આસપાસ રહી છે.
स्टार क्रिकेटर कुलदीप यादव ने बागेश्वर धाम के धीरेंद्र शास्त्री का लिया आशीर्वाद. यह दृश्य देखकर कइयों की पीठ पर सांप लोट जाएगा. रो रहे होंगे. दुःखी होंगे. भूख नहीं लगेगी. अपच की समस्या भी हो सकती है.पेट में तेज दर्द की आशंका भी है. डॉक्टर के पास जाना पड़ सकता है@Profdilipmandal https://t.co/uFEs1MSuuq
— JEEVAN LAL SHARMA (@JEEVANJI2000) July 6, 2023
-