શોધખોળ કરો
પાકિસ્તાન બાદ હવે આ ટીમના ક્રિકેટર્સને લાગ્યો કોરોનાને ચેપ, 7 ખેલાડી આવ્યા ઝપેટમાં
ક્રિકેટની દુનિયાથી બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તજા અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીને હાલમાં જ કોરોનાને ચેપ લાગ્યો હતો.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના સાત ખેલાડીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ક્રિકેટ સંગઠને સોમવારે તેની જાણકારીઆપી. CSAએ સમગ્ર દેશમાં 100થી વધારે કર્મચારીઓને સામૂહિત ટેસ્ટ કરાવ્યો તો જેમાં સંબંદ્ધ કર્મચારી અને કેટલાક પ્રોફેશનલ ખેલાડી સામેલ હતા.
સ્પોર્ટ્સ 24 સાથે વાતચીત દમરિયાન સીએસએના કાર્યકારી સીઈઓ જૈક્સ ફોલે કહ્યું કે, ‘અમે ચોક્કસપણે પોઝિટિવ ટેસ્ટ કરવાના હતા. 100થી વધારે ટેસ્ટ કર્યા બાદ સાત વાસ્તવમાં ઘણાં ઓછા છે.’
ફાઉલે જોકે એ ન જણાવ્યું કે, જે લોકોને પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે તેમાંથી કોઈપણ આફ્રીકાનો ખેલાડી છે કે નહીં. “અમારા મેડિકલ નૈતિક પ્રોટોકોલ અમને જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમના વિશે જાણકારી શેર કરવાની મંજૂરી નથી આપતું.”
સમગ્ર વિશ્વમાં 9 મિલિયનથી વધારે લોકો અત્યાર સુધી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ક્રિકેટની દુનિયાથી બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તજા અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીને હાલમાં જ કોરોનાને ચેપ લાગ્યો હતો. આફ્રીકમાં સોલો નકવેની, એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર, જે અન્ય સ્વાસ્થ્ય મુદ્દાઓ ઉપરાંત એક વર્ષથી ગુઇલાન બર્રે સિંડ્રોમથી પીડાઈ રહ્યા છે, તે છેલ્લા મહિને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ઉપરાંત ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થનાર પાકિસ્તાની ટીમના 3 ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement