શોધખોળ કરો

Cricket: 21મી સદીની સૌથી મોટી જીત, બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનોથી ટેસ્ટ જીતી, જાણો ડિટેલ્સમાં....

આ મેચ દરમિયાન બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગમાં 382 રન બનાવ્યા હતા. આના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 146 રનોમાં જ સમેટાઈ ગઈ હતી

Bangladesh vs Afghanistan, Dhaka, Bangladesh won by 546 runs: ક્રિકેટ ઇતિહાસમાં આજે એક બહુ ખાસ મેચ જોવા મળી. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 546 રનથી હરાવીને ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે. આ જીતને 21મી સદીમાં ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટી જીત પણ કહી શકાય છે. 

આ મેચ દરમિયાન બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગમાં 382 રન બનાવ્યા હતા. આના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 146 રનોમાં જ સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 4 વિકેટે 425 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને અફઘાનિસ્તાનને માત્ર 115 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે બાંગ્લાદેશે 546 રનનો વિશાળ વિજય નોંધાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી જીત છે.

નઝમૂલ હૌસેન શાન્તોએ બન્ને ઇનિંગોમાં ફટકારી સદીઓ -
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં બાંગ્લાદેશના બેટ્સમેન અને બૉલરો બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દાવમાં ઓપનર મહમુદલ હસને 76 રન અને ત્રીજા નંબરના બેટ્સમેન નઝમૂલ હૌસેન શાન્તોએ 146 રનની શાનદાર સદી ફટકારી હતી. વળી, મુશ્ફિકુર રહીમે 47 અને મહેંદી હસન મિરાજે 48 રન બનાવ્યા હતા. આ પછી ફાસ્ટ બૉલર ઇબાદત હુસૈને બૉલિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજીબાજુ તૈજુલ ઈસ્લામ, મહેંદી હસન મિરાજ અને શોરીફુલ ઈસ્લામને બે-બે સફળતા હાથ લાગી હતી.

બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં નઝમૂલ હૌસેન શાન્તોએ ફરી એકવાર સદી ફટકારી હતી. આ વખતે શાન્તોએ 124 રન બનાવ્યા હતા. બંને ઇનિંગ્સમાં સદી ફટકારવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત મોમિનુલ હકે 121 રન બનાવ્યા હતા. વળી, ઓપનર ઝાકિર હસને 71 અને કેપ્ટન લિટન દાસે અણનમ 66 રન બનાવ્યા હતા. બૉલિંગમાં તસ્કીન અહેમદે ચાર અને શોરીફુલ ઈસ્લામે ત્રણ વિકેટ ઝડપી હતી. ઇબાદત હુસૈન અને મહેંદી હસન મિરાજને એક-એક સફળતા મળી હતી.

546 રનોથી ટેસ્ટ જીતીને બાંગ્લાદેશે તોડ્યો 112 વર્ષ જુનો રેકોર્ડ - 
ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે બાંગ્લાદેશની હવે ત્રીજી સૌથી મોટી જીત છે. આ રેકોર્ડ લિસ્ટમાં ઈંગ્લેન્ડ નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે. 1928માં ઈંગ્લેન્ડ 675 રનથી જીત્યું હતું. તે જ સમયે ઓસ્ટ્રેલિયાએ 1934માં ટેસ્ટ મેચ 562 રને જીતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget