શોધખોળ કરો

Cricketer Mayank Agarwal: ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને રાજકોટ ખાતે માથામાં બોલ વાગતા હોસ્પિટલે ખસેડાયો

ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલને રવિવારે માથામાં ક્રિકેટ બોલ વાગતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજકોટમાં ચાલી રહેલી ઈરાની ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્ર સામેની મેચના બીજા દિવસે આ ઘટના બની હતી.

Cricketer Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલને રવિવારે માથામાં ક્રિકેટ બોલ વાગતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજકોટમાં ચાલી રહેલી ઈરાની ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્ર સામેની મેચના બીજા દિવસે આ ઘટના બની હતી. ઈરાની કપ રણજી ટ્રોફી વિજેતાઓ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાય છે. રાજકોટમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2019-20 રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર વચ્ચે એકતરફી મેચ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 2020માં સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચેની મેચ 2020માં કોરોનાને ઈરાની કપને સ્થગિત કરવામાં આવી હતી.

સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆત પહેલા જ મયંકને માથામાં બોલ વાગવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 31 વર્ષીય મયંકે શનિવારે 14 બોલમાં 11 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલા મયંક અગ્રવાલને માથામાં બોલ વાગતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જો કે, બાદમાં માહિતી મળી હતી કે મયંક અગ્રવાલને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેનો સ્કેન રિપોર્ટ નોર્મલ છે.

IPL 2023 માં એબી ડી વિલિયર્સની થશે વાપસી, જાણો શું કહ્યું ?

એબી ડી વિલિયર્સ (AB Devilliers)અને આઈપીએલ(IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. એબી ડી વિલિયર્સ IPL 2023માં દેખાશે. જો કે તે ખેલાડી તરીકે જોવા નહીં મળે, પરંતુ એવું માનવામાં આવે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેના ભૂતપૂર્વ ખેલાડીને કેટલીક મોટી જવાબદારી આપી શકે છે. એબી ડી વિલિયર્સ લાંબા સમયથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે તે અન્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.

'હું આવતા વર્ષે ચિન્નાસ્વામીમાં પરત ફરી રહ્યો છું'

એબી ડી વિલિયર્સે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે હું આવતા વર્ષે ચિન્નાસ્વામીમાં વાપસી કરી રહ્યો છું, પરંતુ એક ખેલાડી તરીકે નહીં. એબી ડી વિલિયર્સે ટ્વીટમાં આગળ લખ્યું કે હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના તમામ ચાહકોનો આભાર માનું છું, જેમણે લગભગ એક દાયકા સુધી એક ખેલાડી તરીકે મને સતત સમર્થન આપ્યું. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે તે આવતા વર્ષે IPLમાં પરત ફરી રહ્યો છે, પરંતુ આ વખતે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નવી ભૂમિકામાં હશે.

IPLમાં ફરી જોવા મળશે એબી ડી વિલિયર્સ!

ટીમ ઈન્ડિયામાં સ્થાન ના મળતાં પૃથ્વી શૉ થયો ભાવુક

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રવિવારે આ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ટીમના જૂના ખેલાડી 22 વર્ષીય પૃથ્વી શૉને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. શૉએ ટીમમાં પસંદ ન થવા પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં પસંદ ન થયા બાદ પૃથ્વી શૉએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરી શેર કરતાં તેણે લખ્યું, "તેમના શબ્દો પર નહીં, પરંતુ તેમની કામગીરી પર વિશ્વાસ કરો કારણ કે કામગીરી સાબિત કરશે કે શા માટે શબ્દોનો કોઈ અર્થ નથી." આ સમયે એ સ્પષ્ટ નથી થયું કે શૉએ આ સ્ટોરીને ટીમમાં પસંદ ન થવાના કારણે મૂકી છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે, પરંતુ ટીમમાં પૃથ્વી શૉની ગેરહાજરીને જોતાં લોકો આ સ્ટોરીને તેની સાથે જોડી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Embed widget