શોધખોળ કરો
Advertisement
ગયા વર્ષે 9.4 કરોડમાં વેચાયેલો આ ખતરનાક ખેલાડી આ વખતે IPLમાંથી થયો બહાર, જાણો વિગતે
હવે રિપોર્ટ એવા પણ છે કે મિસેલ સ્ટાર્ક આગામી વર્ષ ઇંગ્લેન્ડમાં 'ધ હન્ડ્રેડ'માં રમશે, તેમાં વેલ્સ ફાયરે તેને 1.14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સિઝન માટે આગામી 19 ડિસેમ્બરે કોલકત્તામાં હરાજી યોજાવવાની છે. બીસીસીઆઇ અનુસાર આ વખતે 971 ક્રિકેટરોએ નામ રજિસ્ટ્રેશન કરાવ્યા છે, જ્યારે જગ્યા માત્ર 73 ખેલાડીઓ માટેની જ છે. એટલે કે આઇપીએલમાં દુનિયાના દરેક ખેલાડીઓ રમવાની ઇચ્છા રાખે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ખતરનાક બૉલર મિસેલ સ્ટાર્કે આ સિઝનમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે.
આઇપીએલ 2020ની હરાજી પહેલા ઓસ્ટ્રેલિયાના ઘાતક બૉલર મિસેલ સ્ટાર્કે આઇપીએલ રમવા માટે ના ભરી દીધી છે. ખાસ વાત છે કે મિસેલ સ્ટાર્ક આઇપીએલ 2019માં ઉંચા ભાવે ખરીદાયો હતો. કોલકત્તા નાઇટરાઇડર્સે 9.4 કરોડ જેટલી ઉંચી કિંમત આપીને ખરીદ્યો હતો. હવે આ સિઝનમાંથી બહાર થઇ ગયો છે.
મિસેલ સ્ટાર્ક છેલ્લી ત્રણ સિઝનથી આઇપીએલ ટૂર્નામેન્ટમાંથી બહાર ચાલી રહ્યો છે. વર્ષ 2015 બાદ સ્ટાર્કે આઇપીએલ નથી રમી. છેલ્લીવાર સ્ટાર્કે રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર તરફથી રમ્યો હતો. બાદમાં 2018ની હરાજીમાં કોલકત્તાએ તેને 9.4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. જોકે, ઇજાના કારણે તે આઇપીએલથી દુર થઇ ગયો હતો.
હવે રિપોર્ટ એવા પણ છે કે મિસેલ સ્ટાર્ક આગામી વર્ષ ઇંગ્લેન્ડમાં 'ધ હન્ડ્રેડ'માં રમશે, તેમાં વેલ્સ ફાયરે તેને 1.14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement