Mirzapur નો મુન્ના ભૈયા બન્યો રિષભ પંત, આ ફેમસ ડાયલોગ પણ શેર કર્યો
ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનથી રિષભ પંતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. છેલ્લી વન ડે મેચમાં ઋષભ પંતે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને શ્રેણીમાં ભારતે વિજય અપાવ્યો હતો.
Rishabh Pant: ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનથી રિષભ પંતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. છેલ્લી વન ડે મેચમાં ઋષભ પંતે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને શ્રેણીમાં ભારતે વિજય અપાવ્યો હતો. પરંતુ વનડે સિરીઝ ખતમ થયા બાદ સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક અલગ જ અવતાર જોવા મળ્યો છે. રિષભ પંતે પોતાને પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરના મુન્ના ભૈયા તરીકે ગણાવ્યો છે.
Aur hum ek naya niyam add kar rahe hain, Mirzapur ki gaddi pe baithne wala kabhi bhi niyam badal sakta hai – Munna Bhaiya. 😅#RP17 pic.twitter.com/kSpyG6B4yk
— Rishabh Pant (@RishabhPant17) July 19, 2022
રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પંત ખુરશી પાસે ઉભો છે. આ તસવીરો પોસ્ટ કરતા રિષભ પંતે લખ્યું, "અને અહમ એક નવો નિયમ ઉમેરી રહ્યા છીએ, જે મિર્ઝાપુરની ગાદી પર બેસે છે તે કોઈપણ સમયે નિયમ બદલી શકે છે - મુન્ના ભૈયા."
પંત અદ્ભુત લાગી રહ્યો છે
તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર વેબ સિરીઝની બંને સીઝન ખૂબ જ લોકપ્રિય રહી છે. આ જ સિરીઝ દરમિયાન, મુન્ના ભૈયા નામના પાત્રે નિયમ બદલવાવાળો ડાયલોગ બોલ્યો હતો. આ ડાયલોગની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ હતી.
જોકે રિષભ પંતનું નામ પણ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટેસ્ટ હોય કે ODI-T20, રિષભ પંતે દરેક ફોર્મેટમાં પોતાને ફિટ સાબિત કર્યો છે. હાલમાં, રિષભ પંત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે નંબર વન પરફોર્મર છે. રિષભ પંત પણ પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા ભાવિ કેપ્ટન તરીકે દાવો કરી રહ્યો છે. રિષભ પંતને હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની તક મળી હતી.
આ પણ વાંચો...