IPL: હાર્દિકના જતાંની સાથે જ ગીલની કિસ્મત ખુલી, ગુજરાત ટાઇટન્સે શુભમનને બનાવ્યો ટીમનો નવો કેપ્ટન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે
Shubman Gill GT Captain, IPL : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગીલ હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો છે. હાર્દિકન જતાની સાથે જ ગીલની કિસ્મત ખુલી અને કેપ્ટન પદ મળ્યુ છે.
ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શુબમન ગીલને છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
ગીલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગીલે 7 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન પણ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝીએ આ યુવા ભારતીય ખેલાડીને મહત્વ આપ્યું છે.
🚨 CAPTAIN GILL reporting!
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐒𝐡𝐮𝐛𝐦𝐚𝐧 𝐆𝐢𝐥𝐥 is ready to lead the Titans in the upcoming season with grit and exuberance 👊
Wishing you only the best for this new innings! 🤩#AavaDe pic.twitter.com/PrYlgNBtNU
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઇકાલે ટૂર્નામેન્ટની દરેક ટીમોએ પોતાના ખેલાડીઓનું રિટેન અને રિલીઝ લિસ્ટ જાહેર કર્યુ હતુ, જેમાં સૌથી મોટુ નામ કરી રહ્યાં છે. ગઇકાલે ખબર હતી કે હાર્દિકને ગુજરાતે રિટેન કર્યો છે, પરંતુ આજે મુંબઇ ઇન્ડિયન્સ ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા છે, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થઇ છે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યુ હાર્દિક ઇઝ હૉમ...
𝐇𝐀𝐑𝐃𝐈𝐊 is 𝐇𝐎𝐌𝐄 💙#OneFamily https://t.co/PC1f4PC4us
— Mumbai Indians (@mipaltan) November 27, 2023
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ગુજરાતે આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન શનાકાના નામ સામેલ છે.
Farewell and best wishes on your next journey.
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
Go well, HP! #IPLRetention pic.twitter.com/awCxZzXesc
ગુજરાત ટાઇટન્સે આ ખેલાડીઓ બહાર પાડ્યા (ગુજરાત ટાઇટન્સ રિલીઝ ખેલાડીઓની યાદી)
યશ દયાલ
કેએસ ભરત
શિવમ માવી
ઉર્વીલ પટેલ
પ્રદીપ સાંગવાન
ઓડિયન સ્મિથ
અલ્ઝારી જોસેફ
દાસુન શનાકા
𝐆𝐫𝐚𝐭𝐢𝐭𝐮𝐝𝐞. 𝐇𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬. 𝐃𝐫𝐞𝐚𝐦𝐬🌟
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
With fire in our hearts and dreams in our eyes, we welcome the retained Titans of 2024!
Another dream season, #AavaDe #IPLRetention pic.twitter.com/SMMmXxI9Za