(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI: કુદરતના ખોળે એન્જોય કરી રહ્યો છે વિરાટ, કોહલીની સેલ્ફી થઈ આગની જેમ વાયરલ
Virat Kohli Selfie: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ અને વનડે સીરીઝ બાદ ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. ભારતીય ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ મેચ બાદ 3 ODI શ્રેણીની પ્રથમ મેચ રમ્યો ત્યાર બન્ને વનડે રમ્યો નહોતો.
Virat Kohli Selfie: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ અને વનડે સીરીઝ બાદ ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. ભારતીય ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ મેચ બાદ 3 ODI શ્રેણીની પ્રથમ મેચ રમ્યો ત્યાર બન્ને વનડે રમ્યો નહોતો. હાલમાં વિરાટ કોહલી રજાનો આનંદ માણી રહ્યો છે. ખરેખર, વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં વિરાટ કોહલી સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે.
King Kohli's selfie.
— Johns. (@CricCrazyJohns) August 5, 2023
A beautiful picture by King. pic.twitter.com/8W9eMmmoOl
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...
વિરાટ કોહલીની ચારેબાજુ સુંદર કુદરતી દ્રશ્યો દેખાય છે. જ્યારે, વિરાટ કોહલી સફેદ ટી-શર્ટ અને કેપમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટનનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
શું ટીમ ઈન્ડિયા બીજી T20 મેચમાં વાપસી કરી શકશે?
તો બીજી તરફ જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટી20 સીરીઝની વાત કરીએ તો બીજી મેચ રવિવારે રમાશે. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા જેવા યુવા ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય ટીમની કપ્તાની ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. તમને જણાવી દઈએ કે ભારતે વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. આ પછી ભારતીય ટીમે 3 વન-ડેની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. જો કે હવે ક્રિકેટ ચાહકોની નજર ટી20 સીરીઝ પર ટકેલી છે.
રવિવારને રમાશે બીજી ટી20
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચોની સિરીઝની બીજી મેચ રવિવારે રમાશે. ગુયાનામાં બંને ટીમો આમને-સામને થશે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને 4 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે ઉતરશે. પરંતુ આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે ? ઉપરાંત અમે તમને જણાવીશું કે ભારત-વેસ્ટ ઈન્ડિઝની બીજી T20 મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો ?
જીવંત પ્રસારણ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો ?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ગુયાનામાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ લાઈવ જોઈ શકે છે. આ સિવાય તમે Jio સિનેમા અને ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકો છો. ચાહકોએ ફેનકોડ પર મેચ જોવા માટે ચૂકવણી કરવી પડશે, પરંતુ ડીડી સ્પોર્ટ્સ અને જિયો સિનેમા પર તે મફતમાં જોઈ શકશે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન-