MS Dhoniએ ફટકાર્યા છગ્ગા-ચોગ્ગા, બૉલરોને ધોયા, વીડિયોમાં જુઓ ધોનીએ IPL 2023 માટે પ્રેક્સિ શરૂ કરી.....
હવે આઇપીએલ હૉમ અને અવે ફૉર્મેટમાં રમાશે, 4 વર્ષ બાદ CSK પોતાના હૉમ ગ્રાઉન્ડ પર રમશે
IPL 2023 Dhoni Video: ફરી એકવાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની એક્શનમાં મૉડમાં આવી ગયો છે, આગામી આઇપીએલ 2023 માટે ધોનીએ અત્યારથી પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોનીનો હાલમાં એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મેદાનમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે.
આઇપીએલની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહે ધોની હવે પોતાની આઇપીએલ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ધોનીનો આ પ્રેક્ટિસ કરતો વીડિયો ધોનીના એક ફેન પરથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ધોની હૉમ ગ્રાઉન્ડ પર એટલે કે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમ (JSCA સ્ટેડિયમ)માં બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે, ધોની આ દરમિયાન મોટા મોટા શૉટ ફટકારીને પોતાની અસલ બૉડી સ્ટ્રેન્થમાં દેખાઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની કઈ રીતે આગળ જઈને શોટ લઈ રહ્યો છે, તો ક્યારેક બચાવ પણ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ ધોની પોતાની ફૂલ સ્ટ્રેન્થ સાથે મેદાન પર ઉતરશે. 41 વર્ષીય ધોની ફિટનેસના મામલે હજુ પણ ઘણા વર્તમાન ક્રિકેટરોને પાછળ છોડી શકે છે.
#MSDhoni Started Preparation For #IPL2023 #CSK pic.twitter.com/wv7Lu5R3jR
— Rajasekar R (@iamrajesh_sct) January 19, 2023
ખાસ વાત છે કે, આ વખતે આઇપીએલના નિયમોમાં ફરી એકવાર સુધારા કરવામાં આવ્યા છે અને આ અંતર્ગત હવે આઇપીએલ હૉમ અને અવે ફૉર્મેટમાં રમાશે, 4 વર્ષ બાદ CSK પોતાના હૉમ ગ્રાઉન્ડ પર રમશે, ધોની પણ પોતાની છેલ્લી આઇપીએલ પોતાના હૉમ ગ્રાઉન્ડ પર જ રમવા માંગતો હતો, જોકે, આ તેની છેલ્લી આઇપીએલ હશે કે નહીં તે અંગે હજુ કોઇ વાત સામે આવી નથી.
CSKની ફૂલ સ્ક્વૉડ -
બેટ્સમેનઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, સુભ્રાંશુ સેનાપતિ, અજિંક્ય રહાણે, શૈક રાશિદ
વિકેટ કીપર્સ: મહેન્દ્ર સિંહ ધોની, અંબાતી રાયડુ
બોલરોઃ મહેશ તિક્ષાના, રવિન્દ્ર હંગરગેકર, સિમરનજીત સિંહ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, તુષાર દેશપાંડે, દીપા ચાહર, મહેશ પથિરાના
ઓલરાઉન્ડરઃ રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, મિશેલ સેન્ટનર, ડ્વેન પ્રિટોરિયસ, બેન સ્ટોક્સ, નિશાંત સિંધુ, કાયલ જેમસન, ભગત વર્મા, અજય જાદવ મંડલ
New look of MS Dhoni during the practice session ahead of IPL 2023 pic.twitter.com/5V7qARShxp
— Johns. (@CricCrazyJohns) January 20, 2023
MS Dhoni pic.twitter.com/cooTx2JDww
— RVCJ Media (@RVCJ_FB) January 19, 2023
#MSDhoni
— Vikash Verma (@VikashV05031684) January 20, 2023
Practice session of MS Dhoni ahead of IPL 2023. pic.twitter.com/d1dpfpKukk