IPL 2023 CSK Vs Guj Score Updates: ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ
IPL 2023ની શરૂઆત આજથી થશે. આઈપીએલ 2023ની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.
LIVE
Background
IPL 2023 Chennai Super Kings Vs Gujarat Titans LIVE Score Updates : IPL 2023ની શરૂઆત આજથી થશે. આઈપીએલ 2023ની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેની આ મેચ રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે.
Chennai Super Kings Vs Gujarat Titans હેડ ટૂ હેડ
ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.
પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, તેમ તેમ અહીં સ્પિનરો અસરકારક સાબિત થવા લાગશે, અહીંની પીચ પર પ્રથમ બેટિંગમાં સરેરાશ સ્કૉર 170 રન રહ્યો છે. આંકડા સાક્ષી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ મેચ જીતવામાં વધુ સફળ રહી છે. એટલા માટે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૉલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.
મેચ પ્રિડિક્શન
આમ પણ કહેવાય છે કે જ્યાં સુધી મેચમાં છેલ્લો બૉલ ના નંખાઇ જાય ત્યાં સુધી કોઇપણ જાતની ભવિષ્યવાણી ના કરવી જોઇએ. ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાતી મેચ કોઈપણ જીતી શકે છે. પરંતુ જો આંકડાની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ CSKને પછાડી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ એકદમ સંતુલિત છે. તેમની પાસે ઘણા ધાડક ઓલરાઉન્ડર છે. ગુજરાત ટાઇટન્સને ઘરઆંગણે રમવાનો પણ ફાયદો મળશે. એકન્દરે, ગુજરાત ટાઇટન્સ પાસે પ્રથમ મેચમાં જીતવાની વધુ તકો છે.
ગુજરાત ટાઈટન્સે શાનદાર જીત મેળવી
શુભમન ગિલની શાનદાર અડધી સદીને કારણે ગુજરાત ટાઇટન્સે IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
શુભમન ગિલ 63 રન બનાવી આઉટ
શુભમન ગિલ 63 રન બનાવી આઉટ થયો છે. ગુજરાત ટાઈટન્સે 4 વિકેટ ગુમાવીને 15.2 ઓવરમાં 140 રન બનાવી લીધા છે. તેવટિયા હાલ મેદાન પર છે.
ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી
ગુજરાત ટાઇટન્સને બીજો ઝટકો લાગ્યો છે. સાઈ સુદર્શન 22 રન બનાવી આઉટ થયો છે.
ગુજરાતે 5 ઓવરમાં 56 રન બનાવ્યા
ગુજરાત ટાઇટન્સે 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા છે. શુભમન ગિલ 13 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સાઈ સુદર્શન 6 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતને જીતવા માટે 90 બોલમાં 123 રનની જરૂર છે.
રાજવર્ધને ગુજરાત ટાઇટન્સને પહેલો ઝટકો આપ્યો
ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ પડી છે. રિદ્ધિમાન સાહા 16 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રાજવર્ધને સાહાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.