![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Match Fixing: શું 'ફિક્સ' હતી ચેન્નાઈ-રાજસ્થાનની વચ્ચેની મેચ? મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગે ઉઠાવ્યા ગંભીર સવાલ
Fixing Questions On IPL 2024 CSK vs RR: IPL 2024 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી.
![Match Fixing: શું 'ફિક્સ' હતી ચેન્નાઈ-રાજસ્થાનની વચ્ચેની મેચ? મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગે ઉઠાવ્યા ગંભીર સવાલ csk-vs-rr-match-fixing-question-rising-manoj-tiwary-and-virender-sehwag-talked-ipl-2024 Match Fixing: શું 'ફિક્સ' હતી ચેન્નાઈ-રાજસ્થાનની વચ્ચેની મેચ? મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગે ઉઠાવ્યા ગંભીર સવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/887c0c822f562d204eb40cd6feba54c31715613188181397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fixing Questions On IPL 2024 CSK vs RR: IPL 2024 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ મેચ બાદ ફિક્સિંગને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આ મેચ ફિક્સ છે. હવે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને મનોજ તિવારીએ આ મેચને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જે કંઈક બીજો જ સંકેત આપી રહ્યા છે.
સેહવાગ અને મનોજ તિવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને રાજસ્થાન રોયલ્સની બેટિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ચેન્નાઈ સામે રાજસ્થાનની ધીમી રમત લોકોના મનમાં ઘણા સવાલો ઉભા કરી રહી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 141 રન બનાવ્યા હતા. ટીમ માટે રિયાન પરાગે 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અન્ય તમામ બેટ્સમેન ધીમી અને ટૂંકી ઇનિંગ્સ રમીને આઉટ થયા હતા. બાકીના બેટ્સમેનોની ધીમી ઈનિંગ્સ હવે શંકાના દાયરામાં આવી રહી છે. જયસ્વાલે 21 બોલમાં 24 રન, જોસ બટલરે 25 બોલમાં 21 રન અને સંજુ સેમસને 19 બોલમાં 15 રન બનાવ્યા હતા.
સેહવાગ અને મનોજ તિવારી ક્રિકબઝ પર રાજસ્થાનની ધીમી ઇનિંગ્સ વિશે વાત કરી છે. પહેલા મનોજ તિવારીએ કહ્યું, "ટૂર્નામેન્ટના પહેલા હાફ સુધી, તેની બેટિંગ ફરારીની જેમ ચાલી રહી હતી. મને ખબર નથી કે અચાનક શું થઈ ગયું? કદાચ ખૂબ ગરમી હતી. ઈરાદો દેખાવો હોવો જોઈએ. ઓછા રન બનાવ્યા, તે સમજી શકાય તેવું છે. પરંતુ તમે પ્રયાસ તો કરો, જ્યારે તમારા હાથમાં 7 વિકેટ હોય, 19મી ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી.
View this post on Instagram
ત્યારબાદ વીરેન્દ્ર સેહવાગે કહ્યું, "સંજુ સેમસન આવ્યો, તે એટલો આરામથી રમી રહ્યો હતો કે જાણે તે ODI ક્રિકેટ રમી રહ્યો હોય. બોલ સ્પિન થઈ રહ્યો હોય તેવી કોઈ વિકેટ ન હતી. પછી જાડેજાની 4 ઓવર આરામથી રમીને કાઢી નાખી, તે તો મારી સમજમાં ન આવ્યું.
રાજસ્થાન સતત ત્રીજી મેચ હારી ગયું હતું
તમને જણાવી દઈએ કે, રાજસ્થાન રોયલ્સ, જે સતત મેચ જીતી રહી હતી, તે સતત ત્રણ મેચ હારી ગઈ હતી, જેના કારણે તે અત્યાર સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાજસ્થાન ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)