RR vs CSK : રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી આપી હાર, દુબે-જયશ્વાલની શાનદાર ઈનિંગ
RR vs CSK IPL 2021 Live Score: આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો હતો.
Background
RR vs CSK IPL 2021 Live Score: આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હાર આપી છે.
CSK ની IPL ની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. તે 12 મેચમાંથી નવ જીત અને 18 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ (RR) 12 માંથી માત્ર 5 મેચ જીતવામાં સફળ રહી છે. તેને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં 6 સ્થાને છે.
રાજસ્થાને ચેન્નઈને 7 વિકેટથી હાર આપી
રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હાર આપી છે. દુબે અને જયશ્વાલે શાનદાર ઈનિંગ રમતા રાજસ્થાનને જીત અપાવી છે. 17.3 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી રાજસ્થાનની ટીમે ટાર્ગેટ હાંસિલ કર્યો હતો.
યશસ્વી જયસ્વાલની અડધી સદી
રાજસ્થાને શાનદાર શરૂઆત કરી છે. યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી છે. જયસ્વાલે 19 બોલમાં અડધી સદી ફટકારી. જયસ્વાલ 50 રને આઉટ થયો છે.



















