IND vs NZ: ડેવિડ બેકહેમથી લઇને રણબીર કપૂર સુધી, આ હસ્તીઓ ભારત-ન્યૂઝીલેન્ડની સેમિ ફાઇનલ જોવા પહોંચ્યા વાનખેડે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલ રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાઇ રહી છે
David Beckham & Ranbir Kapoor At Wankhede: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલ રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. તે જ સમયે, મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ કેટલાય સેલિબ્રિટીઓથી ભરેલું છે. જેમાં ક્રિકેટ અને ફૂટબોલ સહિત અન્ય અન્ય ક્ષેત્રોના જાણીતા ચહેરાઓ મેચ નિહાળી રહ્યા છે.
ડેવિડ બેકહેમ, સચિન તેંદુલકર, રણબીર કપૂર....
ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબૉલર ડેવિડ બેકહામ મેચ જોવા પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ભારતીય સુપરસ્ટાર સચિન તેંદુલકર વાનખેડેની બાલ્કનીમાં છે. આ ઉપરાંત બૉલીવૂડ એક્ટર રણબીર કપૂર ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ જોવા માટે આવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય ક્ષેત્રના કેટલાય જાણીતા ચહેરાઓ છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવની પત્નીઓ સ્ટેડિયમમાં મેચ જોઈ રહી છે.
Two Sports Legends In A Single Frame! 📸🤩
Sachin Tendulkar, and David Beckham was snapped together in the Wankhede Stadium today for #INDvsNZ ICC WC Semi-Finals! 🇮🇳 pic.twitter.com/P2HGPu3NxQ— IFTWC - Indian Football (@IFTWC) November 15, 2023
ટૉસ જીતીને ટીમ ઇન્ડિયાએ પસંદ કરી બેટિંગ
આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફરી ટીમને ફ્લાઈંગ સ્ટાર્ટ આપી હતી. રોહિત શર્માએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટનને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો. આ પહેલા રોહિત શર્મા અને શુભમન ગીલે 8.2 ઓવરમાં 71 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમે 10 ઓવરમાં 1 વિકેટે 84 રન બનાવી લીધા છે. અત્યારે શુભમન ગીલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.
Ranbir Kapoor was in the ground in the 2011 WC final and now, he is in for 2023 WC Semis. 🇮🇳 pic.twitter.com/zmerXVQk7Q
— Johns. (@CricCrazyJohns) November 15, 2023
-