David Warnerએ ગણેશ ચતુર્થી નિમિત્તે આ ખાસ ફોટો શેર કરીને ભારતીય ફેન્સના દિલ જીત્યા
ભારતીય ફિલ્મો, ગીતો, ખાણી-પીણી, કપડાં વગેરેને લગતી ઘણી પોસ્ટ વોર્નરના સોશિયલ મીડિયા પેજ પર જોઈ શકાય છે.
![David Warnerએ ગણેશ ચતુર્થી નિમિત્તે આ ખાસ ફોટો શેર કરીને ભારતીય ફેન્સના દિલ જીત્યા David Warner Shares Lord Ganesha Photos And Wishes Happy Ganesha Chaturthi David Warnerએ ગણેશ ચતુર્થી નિમિત્તે આ ખાસ ફોટો શેર કરીને ભારતીય ફેન્સના દિલ જીત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/45bd503bd388f31b29faeacda0f9808f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
David Warner on Ganesha Chaturthi: ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર તેના ભારતીય ફેન્સ માટે કેટલો એક્ટીવ છે તે કોઈનાથી છુપાયેલું નથી. તે ભારતમાં ઉજવાતા દરેક ખાસ દિવસે તેના ભારતીય ચાહકો માટે ચોક્કસથી કેટલીક ખાસ પોસ્ટ શેર કરે છે. સમાન્ય દિવસોમાં પણ તે સોશિયલ મીડિયા પર ભારતને લગતી કંઈક ને કંઈક પોસ્ટ કરતો રહે છે. ભારતીય ફિલ્મો, ગીતો, ખાણી-પીણી, કપડાં વગેરેને લગતી ઘણી પોસ્ટ વોર્નરના સોશિયલ મીડિયા પેજ પર જોઈ શકાય છે. ભારતીય ચાહકો પણ આ પોસ્ટને ખૂબ પસંદ કરે છે. આજે ગણેશ ચતુર્થીના તહેવાર પર પણ વોર્નરે આવી જ એક ખાસ પોસ્ટ શેર કરી છે.
ગણેશ ચતુર્થીની શુભકામનાઓઃ વોર્નર
ગણેશ ચતુર્થીના અવસર પર વોર્નરે એક તસવીર શેર કરી છે. આમાં તે ગણપતિ બાપ્પા સામે હાથ જોડતો જોવા મળી રહ્યો છે. આ તસવીરની સાથે તેણે ગણેશ ચતુર્થીની શુભેચ્છા પણ પાઠવી છે. વોર્નરે લખ્યું, 'ત્યાં (ભારત) હાજર રહેલા મારા તમામ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, તમને ઘણી બધી ખુશીઓ.' વોર્નરની આ પોસ્ટને થોડા કલાકો જ થયા છે, પરંતુ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. તેને 13 લાખથી વધુ યુઝર્સ દ્વારા લાઈક કરવામાં આવી છે અને તેના પર 30 હજારથી વધુ કમેન્ટ્સ પણ આવી છે. ચાહકો તેને કોમેન્ટ્સમાં 'હેપ્પી ગણેશ ચતુર્થી' પણ કહી રહ્યા છે.
View this post on Instagram
ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે ડેવિડ વોર્નરઃ
ડેવિડ વોર્નરને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. IPLમાં જોરદાર પ્રદર્શન સાથે વોર્નર સોશિયલ મીડિયા દ્વારા પણ ભારતીય ફેન્સને આકર્ષે છે. વોર્નર તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. થોડા દિવસો પહેલા વોર્નરે ભારતના સ્વતંત્રતા દિવસ વિશે પણ પોસ્ટ કરી હતી. મોટાભાગે તે ભારતીય ફિલ્મોના ડાયલોગ્સ અથવા ડાન્સ સ્ટેપ્સમાં અભિનેતાને બદલે પોતાનો ચહેરો મોર્ફ કરીને પોસ્ટ કરે છે. વોર્નરની આ પ્રકારની પોસ્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)