શોધખોળ કરો
Advertisement
ભારતને હરાવવા આજે ઇંગ્લેન્ડ પોતાની આખી અડધી ટીમ બદલી નાંખશે, જાણો કયા-કયા સ્ટાર ખેલાડીઓને કરશે સામેલ
માનવામાં આવી રહ્યું છે કે આજની ડે-નાઇટ ટેસ્ટમાં જીત હાંસલ કરવા માટે ઇંગ્લિશ ટીમ અડધી બદલાઇ શકે છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આજની મેચ અમદાવામાં રમાશે અને આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. બન્ને ટીમો અમદાવાદમાં છે અને છેલ્લા ત્રણ દિવસથી ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવવા જોરદરા પ્રેક્ટિસ કરી રહી છે. ખાસ વાત છે કે બન્ને ટીમો પ્રથમ બે ટેસ્ટમાં 1-1ની બરાબરી પર છે. આજની મેચમાં ભારતને હરાવવા ઇંગ્લિશ ટીમે ખાસ પ્રકારની વ્યૂહરચના બનાવી છે. રિપોર્ટ છે કે ઇંગ્લેન્ડની ટીમમાં આજે લગભગ ચારથી પાંચ મોટા ફેરફાર થઇ શકે છે.
ઇંગ્લિશ ટીમમાં થઇ શકે છે મોટા ફેરફાર.....
માનવામાં આવી રહ્યું છે કે આજની ડે-નાઇટ ટેસ્ટમાં જીત હાંસલ કરવા માટે ઇંગ્લિશ ટીમ અડધી બદલાઇ શકે છે. ચેન્નાઇની હારને ભૂલીને ઇંગ્લિશ ટીમમાં આજે મેચ વિનર ખેલાડીઓની એન્ટ્રી લગભગ નક્કી છે. રિપોર્ટ છે કે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર રૉરી બર્ન્સની જગ્યાએ જેક ક્રાઉલીને મોકો આપવામાં આવી શકે છે.
મોઇન અલીની ઇંગ્લેન્ડ પરત ફરવા પર હવે ટીમ એક જ સ્પીનરથી કામ ચલાવશે. જોકે ઓલી સ્ટૉનની જગ્યાએ ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરની વાપસી થવાની છે. આ ઉપરાંત સ્ટુઅર્ટ બ્રૉડની જગ્યાએ જેમ્સ એન્ડરસનને સામેલ કરાશે. આ સિવાય ક્રિસ વૉક્સ કે પછી માર્ક વૂડને પણ કોઇ ત્રીજા બૉલર તરીકે રમવાનો મોકો આપવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડ ટીમઃ-
જેક ક્રાઉલી, ડૉમ સિબલી, જૉન બેયરર્સ્ટો, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, જેક લીચ, ક્રિસ વૉક્સ/માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.
ભારતીય ટીમઃ-
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion