DC vs GT: ગુજરાત ટાઈટન્સે 6 વિકેટથી જીતી મેચ, સાઈ સુદર્શનની શાનદાર ઈનિંગ
IPL 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
LIVE

Background
ગુજરાતની જીત
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું હતું. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ અડધી સદી ફટકારીને ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે. દિલ્હીને છેલ્લી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચમાં ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે
મેચમાં ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમને 26 બોલમાં જીતવા માટે 37 રનની જરુર છે. સાઈ સુદર્શન 47 રન બનાવી રમતમાં છે.
ગુજરાતને ત્રીજો ફટકો લાગ્યો
ગુજરાત ટાઇટન્સને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ થયો છે. ગુજરાત ટાઈટન્સની ટીમે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે.
ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ
મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો છે.
ડેવિડ વોર્નર 37 રન બનાવી આઉટ
ડેવિડ વોર્નર 37 રન બનાવી આઉટ થયો છે. દિલ્હીની ટીમે 8.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
