શોધખોળ કરો
ફાઇનલ મેચમાં હારીને પણ ખુશ છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર, જાણો કેમ
મેચ બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું- આઇપીએલ હંમેશા બધાને ચોંકાવે છે, સૌથી મુશ્કેલ લીગ, હુ આમાં રમીને ખુશ છુ. આ શાનદાર સફળ રહ્યો. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે
![ફાઇનલ મેચમાં હારીને પણ ખુશ છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર, જાણો કેમ delhi capitals captain shreyas iyer big statement after loss final match ફાઇનલ મેચમાં હારીને પણ ખુશ છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/11184121/Match-112.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં પણ દિલ્હીનુ ચેમ્પિયન બનવાનુ સપનુ પુરુ ના થઇ શક્યુ. જોકે, 12 વર્ષના લાંબા ઇન્તજાર બાદ દિલ્હીની ટીમ પહેલી વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી, જોકે, મુંબઇએ દિલ્હીને પાંચ વિકેટથી હરાવીને ફરી એકવાર ખિતાબ પોતાના નામે કરી લીધો. પરંતુ હાર મળવા છતાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે એક મોટુ નિવેદન આપ્યુ છે.
દુબઇ ઇન્ટરનેશન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2020ની ફાઇનલ મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા અને ચેમ્પિયન બનવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે માત્ર 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. અને પાંચમી વાર આઇપીએલ ચેમ્પિયન બની હતી.
મેચ બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું- આઇપીએલ હંમેશા બધાને ચોંકાવે છે, સૌથી મુશ્કેલ લીગ, હુ આમાં રમીને ખુશ છુ. આ શાનદાર સફળ રહ્યો. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. ફાઇનલ સુધી પહોંચવુ આસાન નથી રહ્યું, આ એક સારી ઉપલબ્ધિ છે, પરંતુ આઇપીએલ જીતતા તો સારુ રહેતુ, એક કદમ આગળ હોતા.
અય્યરે કહ્યું ટીમ આગામી વર્ષથી મજબૂતીથી વાપસી કરશે, ટ્રૉફી જીતવાની કોશિશ કરશે, હું ફેન્સનો આભાર માનીશ. અય્યરે કૉચ રિકી પોન્ટિંગનો પણ આભાર માન્યો, કહ્યું- મે ઘણીવાર કહ્યું છે કે મે જેટલા લોકો સાથે કામ કર્યુ તેમાથી રિકી સર્વશ્રેષ્ઠ છે, તે મને રમવાની પુરેપુરી સ્વતંત્રતા આપે છે. મને તેમની સાથે રહેવુ પસંદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)