ભારત તરફથી એક પણ મેચ ના રમ્યો હોવા છતાં આ ખેલાડી 10 કરોડમાં ખરીદાયો, બનાવ્યો નવો રેકોર્ડ
ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ના રમ્યા હોય તેવા ખેલાડીઓમાં સૌથી વધુ રકમ આવેશ ખાનને મળી છે.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સીઝન પહેલા ચાલી રહેલા મેગા ઓક્શનમાં ઘણાં આશ્ચર્ય જોવા મળ્યાં છે. આ પૈકી દિલ્હી કેપિટલના મીડિયમ ફાસ્ટ બોલર આવેશ ખાને ઈતિહાસ રચી દીધો છે. આવેશ ખાનને 10 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો છે.
ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ના રમ્યા હોય તેવા ખેલાડીઓમાં સૌથી વધુ રકમ આવેશ ખાનને મળી છે. તેને 10 કરોડ રૂપિયા આપીને લખનૌ જાયન્ટ્સ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ રુપિયા હતી પણ તેને 10 કરોડ રૂપિયા મળ્યા છે. આમ તેને 50 ગણી વધારે કિંમત મળી છે.
આ પહેલા સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ ના રમ્યો હોવા છતાં સૌથી વધારે રકમ મેળવનારા ખેલાડી તરીકેનો રેકોર્ડ ગૌતમના નામે હતો. તેને ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 9.25 કરોડ રૂપિયામાં ખીદવામાં આવ્યો હતો. જો કે ગૌતમને ચેન્નાઈ સુપર કિંગ્સે એક પણ મેચ રમાડી નહોતી.
આવેશ ખાન અત્યાર સુધીમાં આઈપીએલમાં 25 મેચોમાં 29 વિકેટો ઝડપી ચૂકયો છે. અત્યાર સુધીમાં આવેશ ખાન બેંગ્લોર અને દિલ્હી માટે રમ્યો છે. દિલ્હી વતી શાનદાર બોલિંગ કરીને તે ચર્ચામાં આવ્યો હતો. ભારત વતી તેને હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમવાનો મોકો મળ્યો નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સીઝન પહેલા ચાલી રહેલા મેગા ઓક્શનમાં રવિવારે 44 ખેલાડીઓ પર બોલી લાગી હતી અને તેમાંથી આઠ ખેલાડીઓને કોઈએ ખરીદ્યા નહોતા.
અવશે જણાવ્યું કે મેગા ઓક્શન હતું. બિડ 10 કરોડ રૂપિયા સુધી જવાનું ક્યારેય વિચાર્યું ન હતું. 6.50 કરોડ સુધી વિચારી રહ્યો હતો. મેચ રમાય તે પહેલા મેચ ફીના 20% ચૂકવવામાં આવે છે. મેચ પૂરી થયા પછી 60% રકમ પ્રાપ્ત થાય છે. આ પછી, બાકીની રકમ સપ્ટેમ્બરમાં મળે છે. હું અત્યારે ટીમ ઈન્ડિયામાં છું. હું શક્ય તેટલી વહેલી તકે જર્સી પહેરીને મેદાનમાં ઉતરવા માંગુ છું. તે પછી હું ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરીશ.