IND vs SL Live Streaming: શ્રીલંકા વિરુદ્ધ ટ્રૉફી પર રહેશે ભારતની નજર, જાણો ક્યારે-ક્યાંથી ને કેટલા વાગે થશે મેચનુ લાઇવ પ્રસારણ
આજની મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થઇ જશે, એકબાજુ દાસુન શનાકાની ટીમ હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની સ્ક્વૉડ દેખાશે.
Indis vs Sri Lanka 3rd T20I: ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આજની મેચ પહેલા બન્ને ટીમોએ જીતવા માટે કમર કરી લીધી છે. આજની મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થઇ જશે, એકબાજુ દાસુન શનાકાની ટીમ હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની સ્ક્વૉડ દેખાશે. જાણો આજની મેચ ક્યારે ને કેટલા વાગે તમે જોઇ શકશો લાઇવ........
મેચની લાઇવ પ્રસારણની ડિટેલ્સ -
ક્યારે રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ 7 જાન્યુઆરીએ રમાશે.
ક્યાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી મેચ ?
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, મેચના અડધા કલાક પહેલા 6.30 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પરથી જોઇ શકાશે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત આજની ફાઇનલ ટી20 મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ ઉપરાંત જે મોબાઇલ યૂઝર્સની પાસે હૉસસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ ઉઠાવી શકે છે. આ ઉપરાતં મેચનું પળે પળનું અપડેટ https://gujarati.abplive.com/ પર જોઇ શકો છો.
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડા, મુકેશ કુમાર, હર્ષલ પટેલ, અક્ષર પટેલ, જિતેશ શર્મા, શિવમ માવી, શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી, ઉમરાન મલિક. વૉશિંગટન સુંદર.
શ્રીલંકન ટીમ -
દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા (ઉપકેપ્ટન), ચરિથ અસલંકા, એશેન બન્ડારા, ધનંજય ડિ સિલ્વા, આવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમાર, દિલશાન મધુશંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિશંકા, પ્રમોદ મધુશાન, ભાનુકા રાજપક્ષે, કસુન રાજિયા, સદીરા સમરવિક્રમા, મહેશ તીક્ષણા, નુવાન થુસારા, દુનિથ વેલાલેજ.