શોધખોળ કરો
આફ્રિકા સામે રોહિત શર્માનું રમવુ શંકાસ્પદ, પણ આ ત્રણ સ્ટાર ખેલાડીઓની ફરીથી થશે ટીમમાં એન્ટ્રી............
ટીમ ઇન્ડિયાની આઇપીએલ પહેલા છેલ્લી વનડે સીરીઝ છે, 29 માર્ચથી આઇપીએલ શરૂ થઇ રહી છે. રિપોર્ટ છે કે, આફ્રિકા સામેની વનડે સીરીઝમાથી રોહિત શર્મા બહાર રહી શકે છે

નવી દિલ્હીઃ આગામી 12મી માર્ચથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ ટીમ સામે વનડેમાં 3-0થી મળેલી કારમી હારને ભુલીને ટીમ ઇન્ડિયા ફરીથી જીતની લયમાં આવવા પ્રયાસ કરશે. ત્યારે માની શકાય કે સ્ટાર ખેલાડીઓની ફરીથી ટીમમાં એન્ટ્રી થઇ શકે છે. જોકે, રોહિત શર્માનુ હજુ રમવુ શંકાસ્પદ છે. ટીમ ઇન્ડિયાની આઇપીએલ પહેલા છેલ્લી વનડે સીરીઝ છે, 29 માર્ચથી આઇપીએલ શરૂ થઇ રહી છે. રિપોર્ટ છે કે, આફ્રિકા સામેની વનડે સીરીઝમાથી રોહિત શર્મા બહાર રહી શકે છે. જ્યારે બીજા રિપોર્ટ એવા છે કે, કિવીઓની હારને ભુલીને આફ્રિકાને હરાવવા માટે ટીમ ઇન્ડિયામાં ગબ્બર શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની વાપસી થઇ શકે છે. આ ત્રણેય ખેલાડીઓ ઇજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમમાંથી બહાર છે.
ખાસ વાત છે કે બીસીસીઆઇએ હજુ સુધી પોતાના બે નવા સિલેક્ટર્સની નિયુક્તિ નથી કરી, એટલા માટે સંભાવના છે કે એમએસકે પ્રસાદની આગેવાની વાળી સિલેક્શન કમિટી જ દક્ષિણ આફ્રિકા સામેની વનેડ સીરીઝ માટે ટીમની પસંદગી કરશે. જો આમ બન્યુ તો ધવન, પંડ્યા અને ભુવનેશ્વરની વાપસી લગભગ નક્કી છે.
ખાસ વાત છે કે બીસીસીઆઇએ હજુ સુધી પોતાના બે નવા સિલેક્ટર્સની નિયુક્તિ નથી કરી, એટલા માટે સંભાવના છે કે એમએસકે પ્રસાદની આગેવાની વાળી સિલેક્શન કમિટી જ દક્ષિણ આફ્રિકા સામેની વનેડ સીરીઝ માટે ટીમની પસંદગી કરશે. જો આમ બન્યુ તો ધવન, પંડ્યા અને ભુવનેશ્વરની વાપસી લગભગ નક્કી છે. વધુ વાંચો



















