દિનેશ કાર્તિકે જણાવ્યું કે, કઈ રીતે ટીમ ઈન્ડિયા દુનિયાની નંબર વન T20 ટીમ બની, આ ખેલાડીઓના વખાણ કર્યા
ભારતે હમણાં જ વેસ્ટ ઈંડીઝને 3-0થી હરાવીને ટી-20 રેન્કીંગમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. કાર્તિકે આઈસીસીના એક એપિસોડમાં કહ્યું કે, "મને લાગે છે કે, આ ખેલાડીઓની ગુણવત્તા છે".
સીનિયર વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે ICC T20 રેન્કિંગમાં નંબર 1 પર પહોંચેવા માટે ભારતીય ટીમની બેંચ સ્ટ્રેન્થને શ્રેય આપ્યું છે. વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે કે પોતાના કાર્યભારને લઈને હમણાંની સીરિઝમાંથી બહાર રહ્યા હતા. ત્યારે ભારતને વેસ્ટ ઈંડીઝ સામે સીરિઝમાં સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર અને યુવા રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓએ જીત અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતે હમણાં જ વેસ્ટ ઈંડીઝને 3-0થી હરાવીને ટી-20 રેન્કીંગમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. કાર્તિકે આઈસીસીના એક એપિસોડમાં કહ્યું કે, "મને લાગે છે કે, આ ખેલાડીઓની ગુણવત્તા છે. જ્યારે તમે સમય સાથે સારી ટીમો વિશે વાત કરો છો ત્યારે ભારત પાસે ખુબ સારી બેન્ચ સ્ટ્રેંથ છે."
તેમણે આગળ કહ્યું કે, જો તમે આ સીરિઝને જોયું કે, ત્રીજી ટી-20માં વિરાટ કોહલી અને ઋષભ પંતને આરાપ આપ્યો હતો. સાથે જ જસપ્રિત બુમરાહ પણ ટીમમાં નહોતો. આમ છતાં પણ ભારતીય ટીમે વેસ્ટ ઈંડીઝ જેવી સારી ટીમ સામે 3-0થી આશ્ચર્યજનક જીત નોંધાવી હતી.
આઈસીસીની વેબસાઈટે એક રિપોર્ટમાં કહ્યું કે, ભારતને પોતાની નંબર 1 રેન્કિંગ જાળવી રાખવા માટે આગામી ટી-20 સીરિઝમાં શ્રીલંકાને ક્લિન સ્વીપ કરવાની જરુર છે. જો કે દિનેશ કાર્તિક માને છે કે, અસ્થાઈ રુપથી પણ આ સ્થાન જાળવી રાખવું લાભદાયક છે.
દિનેશ કાર્તિકે વેંકટેશ અય્યર, સુર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ જેવા નવા ખેલાડીઓના પ્રભાવને પણ નોંધ્યો હતો. આ ખેલાડીઓએ વેસ્ટ ઈંડીઝ સામે જીત મેળવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુર્યકુમાર 107 રનો સાથે પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો. અય્યરે બેટ અને બોલ બન્નેથી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. તેણે 92 રન બનાવ્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી. હર્ષલ પટેલે પાંચ વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા હતા.