શોધખોળ કરો

Cricket News: MS ધોનીના ખાસ ખેલાડીએ લીધી નિવૃત્તિ, IPLમાં ચેન્નાઈ-મુંબઈ તરફથી રમીને વર્તાવ્યો હતો કહેર

Dwayne Bravo Retirement: આઈપીએલ, પીએસએલ અને વિશ્વભરની લીગમાં રમી ચૂકેલા આ અનુભવી ખેલાડીએ હવે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડી હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે.

Dwayne Bravo Retirement From CPL 2024: વિશ્વના મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાંના એક ડ્વેન બ્રાવોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024) દરમિયાન તેણે આ લીગમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ પહેલા તેણે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જ્યાં સુધી સીપીએલનો સંબંધ છે, બ્રાવોએ તેની કારકિર્દીના 10 વર્ષથી વધુ સમય ત્રિનબેગો નાઈટ રાઈડર્સમાં વિતાવ્યો હતો.

આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું

ઇન્સ્ટાગ્રામ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરતા ડ્વેન બ્રાવોએ લખ્યું, "આ સફર શાનદાર રહી છે. આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. આ મારી છેલ્લી સિઝન હશે અને હું મારા ઘરેલું અને કેરેબિયન ચાહકોની સામે મારા પ્રોફેશનલ કેરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ રમવા જઈ રહ્યો છું.  અહીંથી મે રમવાની શરુઆત કહી હતી અને હવે અંત પણ અહીંથી જ થશે.

T20 ના મહાન ખેલાડીઓમાંથી એક
ડ્વેન બ્રાવો ટૂંક સમયમાં 41 વર્ષની ઉંમરને પાર કરવા જઈ રહ્યો છે અને તે બે દાયકાથી વધુ સમયથી વ્યાવસાયિક ક્રિકેટ રમી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગ અને ઉત્તમ ડેથ બોલિંગ માટે પ્રખ્યાત ડ્વેન બ્રાવોએ પોતાને T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા છે. તેણે વિશ્વભરમાં ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી છે અને તેની 578 મેચોની ઐતિહાસિક T20 કારકિર્દીમાં 6,970 રન અને 630 વિકેટ લીધી છે. CPL 2024 સીઝનના અંત સુધીમાં આ આંકડા વધી શકે છે.

તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે

તમને યાદ અપાવી દઈએ કે ડ્વેન બ્રાવોએ પણ ઘણા વર્ષોથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમનાર બ્રાવોએ  ડિસેમ્બર 2022માં આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે, બ્રાવોની ગણતરી ક્રિકેટ વિશ્વના મહાન ઓલ રાઉન્ડરમાં થાય છે. તે એક સારો ફિલ્ડર પણ છે. ધોની સાથે તેનું ખાસ બોન્ડિંગ છે.

આ પણ વાંચો:

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે થઇ LBWની શરૂઆત, કોણ હતો આ રીતે આઉટ થનારો પહેલો બેટ્સમેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

Embed widget