Dwayne Bravo એ રચ્યો ઈતિહાસ, 500 T20 મેચ રમનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો
બ્રાવોની ઓળખ વિશ્વવ્યાપી T20 ખેલાડી તરીકે બની છે. બ્રાવોએ ટી20 (T20) ક્રિકેટમાં પોતાની કારકિર્દીને લંબાવવા માટે 2010માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
બ્રાવોની આગેવાનીવાળી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઅટ્સ કેરેબિયન પ્રીમિયર લીગમાં ટાઇટલ જીતવામાં સફળ રહી છે. જોકે, સેન્ટ લુસિયા સામે રમાયેલી આ મેચમાં ડ્વેન બ્રાવોએ ખૂબ જ ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. બ્રાવો 500 ટી20 (T20) મેચ રમનાર વિશ્વનો બીજો ક્રિકેટર બની ગયો છે. અગાઉ આ સિદ્ધી માત્ર વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી કિરણ પોલાર્ડના નામે હતી.
બ્રાવોએ લગભગ 15 વર્ષની લાંબી મુસાફરી કર્યા પછી આ વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું. બ્રાવોએ 2006માં ટી20 (T20) ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ઉપરાંત, બ્રાવોએ IPL અને બિગ બેશ જેવી વિશ્વભરની લોકપ્રિય ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો છે.
બ્રાવોની ઓળખ વિશ્વવ્યાપી T20 ખેલાડી તરીકે બની છે. બ્રાવોએ ટી20 (T20) ક્રિકેટમાં પોતાની કારકિર્દીને લંબાવવા માટે 2010માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. થોડા વર્ષો પછી, બ્રાવોએ વનડે ક્રિકેટ ન રમવાનો નિર્ણય કર્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણી ઓછી આંતરરાષ્ટ્રીય ટી20 પણ રમી હતી. પરંતુ આ સમય દરમિયાન તેણે આઈપીએલ, સીપીએલ, પીસીએલ અને બિગ બેશ લીગ પર પ્રભુત્વ જમાવ્યું.
બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્સન
બ્રાવોએ અત્યાર સુધીમાં 500 ટી20 (T20) મેચમાં 24ની સરેરાશથી 6574 રન બનાવ્યા છે. બ્રાવોની ટી20 (T20) ક્રિકેટમાં 540 વિકેટ પણ છે. બેટિંગમાં બ્રાવો લાંબા શોટ મારવા માટે જાણીતા છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 127ની આસપાસ રહ્યો છે. આ સાથે, તે ડેથ ઓવરોમાં તેની યોર્કર લેન્થ બોલિંગને કારણે ચર્ચામાં રહે છે.
બ્રાવોએ અત્યાર સુધીમાં આઈપીએલમાં 156 વિકેટ લીધી છે અને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારાઓમાંના એક છે. આ કારણોસર CSK ના કેપ્ટન ધોની પણ બ્રાવો પર ઘણો વિશ્વાસ દર્શાવે છે.