શોધખોળ કરો

Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?

Parliament Winter Session 2025: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં વિપક્ષ કયા મુખ્ય મુદ્દાઓ પર સરકારને સવાલ કરશે તે અંગે માહિતી આપી હતી.

Parliament Winter Session 2025: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્રની ચર્ચા કરવા માટે રવિવાર (30 નવેમ્બર, 2025) ના રોજ, સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની સંસદીય રણનીતિ જૂથની બેઠક મળી હતી. નેતાઓએ સર્વાનુમતે SIR પર ચર્ચાની માંગ કરી હતી, જેના કારણે શિયાળુ સત્રની શરૂઆત તોફાની થવાની ધારણા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં વિપક્ષ કયા મુખ્ય મુદ્દાઓ પર સરકારને સવાલ કરશે તે અંગે માહિતી આપી હતી.

કોંગ્રેસ કયા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની બેઠક દરમિયાન પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા દરમિયાન BLOની આત્મહત્યા એક ગંભીર મુદ્દો છે અને તેને સંસદમાં ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, "SIR ના નામે, ભાજપ પછાત, દલિત, વંચિત અને ગરીબ મતદારોને યાદીમાંથી દૂર કરીને પોતાની ઇચ્છા મુજબ મતદાર યાદી તૈયાર કરી રહી છે. સાંસદોએ આ મુદ્દો ઉઠાવવો જોઈએ."

દિલ્હીમાં આતંકવાદી હુમલો એક મોટી ભૂલ: રાહુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બધા સાંસદોએ ગૃહમાં પોતપોતાના ક્ષેત્રોના સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. તેમણે આંતરિક સુરક્ષાને એક મુખ્ય મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાને એક મોટી ભૂલ હતી. તેમણે બેઠકમાં કહ્યું કે ગૃહમાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા માટે સરકાર પર દબાણ લાવવું જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પી. ચિદમ્બરમ, જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સૈયદ નાસિર હુસૈન, મણિકમ ટાગોર અને અન્ય ઘણા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે ચૂંટણી સુધારાઓ પર પહેલા પણ ઘણી વખત ચર્ચા થઈ છે, તેથી આ વખતે ફરીથી તેમની ચર્ચા કરવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી સુધારાઓની ચર્ચા કરવી એ કોંગ્રેસની ટોચની પ્રાથમિકતા છે.

કેન્દ્ર સરકાર 14 બિલ રજૂ કરી શકે છે

સરકારે કહ્યું કે સંસદીય કાર્યવાહી સુચારુ રીતે આગળ વધવી જોઈએ અને તે મડાગાંઠ ટાળવા માટે વિરોધ પક્ષો સાથે ચર્ચા ચાલુ રાખશે. સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન કિરન રિજિજુએ મજાકમાં ટિપ્પણી કરી કે આ શિયાળુ સત્ર છે અને દરેકે ઠંડા મગજે કામ કરવું જોઈએ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના જંગી વિજયથી ઉત્સાહિત કેન્દ્ર સરકાર આ સત્રમાં 14 બિલ રજૂ કરી શકે છે.

સર્વપક્ષીય બેઠકમાં SIRનો મુદ્દો ચર્ચામાં રહ્યો

સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય ઘણા વિપક્ષી પક્ષોએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોને પગલે SIRનો મુદ્દો તેમજ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો. તેમણે સત્ર દરમિયાન વાયુ પ્રદૂષણ, વિદેશ નીતિ, ખેડૂતોની દુર્દશા, મોંઘવારી, બેરોજગારી અને અન્ય ઘણા વિષયો પર ચર્ચા કરવાની પણ વિનંતી કરી.

લોકસભામાં ચર્ચા માટે 10 કલાક ફાળવવામાં આવ્યા

સર્વપક્ષીય બેઠક બાદ લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓ (BACs) રવિવારે સાંજે મળી, જ્યાં વિપક્ષે ચૂંટણી સુધારાના વ્યાપક મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી. સરકારે વિપક્ષને ખાતરી આપી કે તે ટૂંક સમયમાં આ બાબતે પોતાના વિચારો રજૂ કરશે. સરકારે વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ પર ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો, પરંતુ ઘણા વિપક્ષી પક્ષો તેના માટે ઉત્સાહી ન હતા. લોકસભાએ ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવ્યો છે અને તારીખ લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા નક્કી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget