(Source: ECI/ABP News/ABP Majha)
ENG vs AFG: અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડને હરાવીને રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરથી લઇને મિતાલી રાજે પણ કરી પ્રશંસા
World Cup 2023: અફઘાનિસ્તાનની ટીમે વર્તમાન વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.
World Cup 2023: અફઘાનિસ્તાનની ટીમે વર્તમાન વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને 69 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં ધૂમ મચાવી દીધી છે. પાંચ વખત વન-ડે વર્લ્ડ કપ જીતનાર અને આ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર પૈકીની એક ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે દસમા સ્થાને સરકી ગઈ છે. અફઘાનિસ્તાનની આ ટીમ પર મોટા દિગ્ગજોએ પ્રતિક્રિયા આપી હતી. ભારતના પૂર્વ ક્રિકેટરોએ પણ અફઘાનિસ્તાન ટીમના વખાણ કર્યા છે.
Wonderful all-round effort by Afghanistan led by a solid knock from @RGurbaz_21.
— Sachin Tendulkar (@sachin_rt) October 15, 2023
Bad day for @ECB_cricket.
Against quality spinners, you have to read them from their hand, which the England batters failed to do. They read them off the pitch instead, which I felt led to their… pic.twitter.com/O4TACfKh21
સચિન તેંડુલકરે કહ્યું હતું કે રહમુલ્લાહ ગુરબાઝની શાનદાર ઇનિંગ બાદ અફઘાનિસ્તાને તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું. ઇંગ્લિશ ક્રિકેટ માટે તે ખરાબ દિવસ હતો. તમારે અફઘાનિસ્તાનના ક્વોલિટી સ્પિનરોને રમવા માટે સારુ પ્રદર્શન કરવાનું હતું. જે ઈંગ્લેન્ડના બેટ્સમેનો કરી શક્યા નથી.
યુસુફ પઠાણે કહ્યું હતું કે ઘણા લોકો તેને ઉલટફેર કહી રહ્યા છે પરંતુ હું કહીશ કે અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવવા માટે ઓલરાઉન્ડ ક્વોલિટી ક્રિકેટ રમી હતી.
રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન તને સલામ. તમે વિશ્વ કપ ક્રિકેટમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો છે, જે રમતના ઇતિહાસમાં નહી સર્જાયો હોય.
Many might call it an upset, but I say Afghanistan showcased solid all-round quality cricket to beat the world champions, England. Congratulations, Afghanistan, on the victory #WorldCup2023 #ENGvAFG pic.twitter.com/vrgj4L777l
— Yusuf Pathan (@iamyusufpathan) October 15, 2023
પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજે પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત! દિલ્હીના આ ટ્રેક પર તેના સ્પિન બોલરોને જોવા મજા આવી. શાહિદીએ પોતાના ખેલાડીઓનો સારો ઉપયોગ કર્યો. મોહમ્મદ નબીને તેની 150મી વન-ડે મેચમાં શાનદાર ભેટ મળી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય તેમના વિરોધમાં ગયો. અને આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું.
Salute you AFGHANISTAN 🇦🇫. You have pulled offff the biggest upset in WC cricket. If not in the history of the game. Respect. @rashidkhan_19 @Mujeeb_R88 #CWC2023 #ENGvsAFG pic.twitter.com/o59wpS6Sxc
— Ravi Shastri (@RaviShastriOfc) October 15, 2023
દિનેશ કાર્તિકે કહ્યું હતું કે અફઘાનિસ્તાન સારું રમ્યું. તેમનો જુસ્સો જોઈને મને આનંદ થયો. ઈરફાન પઠાણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન તને ખૂબ ખૂબ અભિનંદન. તમે દરેક વિભાગમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. ગુરબાઝ અદભૂત રમ્યો. ઇકરામ મધ્ય ઓવરોમાં સારો દેખાતો હતો. અફઘાન તરફથી બોલિંગ ટોચના સ્તરની રહી છે.
A historic triumph for Afghanistan! Their spin attack was a delight to watch on this Delhi track, Shahidi marshalled his troops brilliantly. A perfect tribute to @MohammadNabi007, who was playing in his 150th ODI today. England choosing to field first worked against them. A… pic.twitter.com/KRJDiddISG
— Mithali Raj (@M_Raj03) October 15, 2023
અનિલ કુંબલેએ પણ કહ્યું કે અફઘાનિસ્તાને આજે રાત્રે કેટલાક પ્રશંસનીય પ્રદર્શન સાથે શાનદાર જીત મેળવી હતી.
Bahot mubarak Apko Afghanistan. You out played England every department. Gurbazzaaaa you were amazing 👏 Ikram Alikhil looked good in the middle overs. Bowling has been top notch from Afghans. #ENGvAFG
— Irfan Pathan (@IrfanPathan) October 15, 2023