શોધખોળ કરો

Ashes: લૉર્ડ્સ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, કેચ પકડવા જતાં સ્ટાર ખેલાડીનો પગ તુટ્યો, થવુ પડ્યુ બહાર

ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટે 37મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન બૉલર કેમેરુન ગ્રીનના બૉલ પર ઉંચો શૉટ ફટકાર્યો, આને કેચ કરવા માટે નાથન લિયૉન ડીપ ફાઈનલ લેગથી દોડ્યો હતો

Nathan Lyon Injury: અત્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ 2023 સીરીઝ ચાલી રહી છે, પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વિજય મેળવ્યા બાદ બીજી ટેસ્ટમાં પણ વિજયની રાહ જોઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાને ચાલુ મેચે મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી એશીઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સ્ટાર સ્પિનર ​​નાથન લિયૉનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. નાથન લિયૉન કેચ પકડવા જતી વખતે ઇજાગ્રસ્ત થયો છે, તેના પગમાં ગંભીર રીતે ઈજા પહોંચી છે. મેચના બીજા દિવસે એટલે કે 29 જૂન ગુરુવારે નાથન લિયૉન કેચ પકડવા માટે દોડ્યો ત્યારે તેનો પગ ભાંગ્યો હતો. 

વાત એમ છે કે, ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટે 37મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન બૉલર કેમેરુન ગ્રીનના બૉલ પર ઉંચો શૉટ ફટકાર્યો, આને કેચ કરવા માટે નાથન લિયૉન ડીપ ફાઈનલ લેગથી દોડ્યો હતો, જોકે, લિયૉન બૉલ પકડે તે પહેલા જ તેનો પગ ભાંગ્યો હતો. આ પછી લિયૉન દુઃખાવાથી પીડાતો દેખાયો હતો, જોકે, બાદમાં લિયૉનને ફિઝિયો દ્વારા બહાર લઇ જવામાં આવ્યો હતો. આ પછી લિયૉનને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. મુખ્ય કૉચ એન્ડ્રુ મેકડૉનાલ્ડ સહિત આખો ઓસ્ટ્રેલિયન કેમ્પ લિયૉનની ઈજાથી ચિંતિત છે. લિયૉન ઓસ્ટ્રેલિયાનો મેઇન અને સૌથી વધુ વિકેટો ઝડપનારો સ્ટાર સ્પિનર ​​છે. તે કાંગારૂ ટીમ માટે સતત 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ લિયૉને જ મેળવી હતી. લિયૉને 18મી ઓવરના છેલ્લા બૉલ પર જેક ક્રાઉલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. ક્રાઉલી 48 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બીજા દિવસે ઇંગ્લેન્ડે કરી વાપસી - 
ઉલ્લેખનીય છે કે, મેચમાં બીજા દિવસે ઈંગ્લેન્ડે વાપસી કરી હતી, ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને 416 રન બનાવ્યા. ટીમ માટે સ્ટીવ સ્મિથે 15 ચોગ્ગાની મદદથી 110 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત વોર્નરે 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા બીજા દિવસના અંત સુધી 4 વિકેટે 278 રન બનાવી લીધા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા પાસે 138 રનની લીડ છે.                         

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યભરમાં ઠંડીનું મોજુ,  સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
રાજ્યભરમાં ઠંડીનું મોજુ, સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યભરમાં ઠંડીનું મોજુ,  સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
રાજ્યભરમાં ઠંડીનું મોજુ, સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
મોહમ્મદ કૈફનો ભારતીય ટીમ પર મોટો પ્રહાર, કહ્યું- 'તમામ ખેલાડીઓ ડરના માહોલમાં રમી રહ્યા છે'
મોહમ્મદ કૈફનો ભારતીય ટીમ પર મોટો પ્રહાર, કહ્યું- 'તમામ ખેલાડીઓ ડરના માહોલમાં રમી રહ્યા છે'
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ જ નહીં, મગજ પર પણ કરે છે અસર, સ્ટડીમાં થયો ખુલાસો
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ જ નહીં, મગજ પર પણ કરે છે અસર, સ્ટડીમાં થયો ખુલાસો
Embed widget