ENG vs AUS: ઇગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની થઇ વાપસી
ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 43 રને જીતી લીધી હતી. આ સાથે તેણે 2023ની એશિઝ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે
England Men's Third Ashes Test Squad: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 જૂલાઈથી હેડિંગસે, લીડ્સ ખાતે રમાશે.
A hard-fought win 💪
— ICC (@ICC) July 2, 2023
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBw
મોઈન અલીની વાપસી
યુવા લેગ સ્પિનર રેહાન અહેમદને હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન ડકેટ, જેક ક્રાઉલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જો રૂટ, જોશ ટોંગ, ઓલી રોબિન્સન, મોઈન અલી , ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ટેસ્ટ 43 રને જીતી
ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 325 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે, યજમાન ટીમે બીજા દાવમાં વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને 279 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, ઇગ્લેન્ડની ટીમ 327 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 43 રને જીતી લીધી હતી. આ સાથે કાંગારૂ ટીમે 2023ની એશિઝ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં સ્ટીવ સ્મિથે 110, ટ્રેવિસ હેડે 77 અને ડેવિડ વોર્નરે 66 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે પ્રથમ દાવમાં બેન ડકેટે 98 અને હેરી બ્રુકે 50 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા.
A 2-0 lead to cherish 🤩 #Ashes #WTC25 pic.twitter.com/rIIUh0KXtp
— ICC (@ICC) July 2, 2023
ઈંગ્લેન્ડને મળ્યો હતો 371 રનનો ટાર્ગેટ
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 83 રન અને બેન સ્ટોક્સે 155 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળવાને કારણે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. જેક ક્રોલી 03, ઓલી પોપ 03, જો રૂટ 18 અને હેરી બ્રુક 04 સસ્તામાં આઉટ થયા હતા. આમ ઈંગ્લેન્ડની ચાર મહત્વની વિકેટ 45 રનમાં પડી ગઈ હતી. ત્યાર બાદ બેન ડકેટ અને બેન સ્ટોક્સે 132 રનની ભાગીદારી કરી હતી. જોકે, ડકેટ 112 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 83 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યાર બાદ જોની બેયરસ્ટો 10 રન બનાવીને વિવાદાસ્પદ રનઆઉટ થયો હતો. બેયરસ્ટોના આઉટ થયા બાદ સ્ટોક્સે આક્રમક વલણ અપનાવ્યું અને સ્ટુઅર્ટ બ્રોડ સાથે 109 રનની ભાગીદારી કરી. સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા. જ્યારે બ્રોડ 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર ઓલી રોબિન્સન 01 તરત જ આઉટ થયો હતો