શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ENG vs PAK: ફાઇનલમાં કોણ જીતશે ? જાણો ટી20માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શું છે હાર-જીતનો રેશિયો

બન્ને ટીમો અહીં 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે.

T20 WC 2022, ENG vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની આવતીકાલે ફાઇનલ મેચ રમાશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, પરંતુ આ ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની ફાઇનલ મેચ રમાય તે પહેલા બન્ને વચ્ચેના આંકડાઓ જોઇ લેવા જરૂરી છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (ENG vs PAK)ની વચ્ચે ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

બન્ને ટીમો અહીં 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે, એટલે કે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ટી20 ચેમ્પીયન બની શકે છે.

જાણો અહીં બન્ને ટીમો વચ્ચેના ટી20ના 10 મહત્વના આંકડાઓ......... 

1. સર્વોચ્ચ સ્કૉર- બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે. અહીં સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા. 
2. ન્યૂનત્તમ સ્કૉર - પાકિસ્તાની ટીમ સપ્ટેમ્બર, 2010એ રમાયેલી કાર્ડિફ ટી20 માં માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. 
3. સૌથી મોટી જીત - ટી20 વર્લ્ડકપ 2022ના ઠીક પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને લાહોર ટી20માં 67 રનથી હરાવ્યુ હતુ. 
4. સૌથી વધુ રન - બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે. 
5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. 
6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ - મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે. 
7. સૌથી વધુ છગ્ગા - આ રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે છે, તેને પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચોમાં 17 છગ્ગા ફટકાર્યા છે. 
8. સૌથી વધુ વિકેટો - અહીં ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે. 
9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - પૂર્વ પાકિસ્તાની સ્પીનર સઇદ અજમલે ફેબ્રુઆરી 2012માં રમાયેલી અબુધાબી ટી20માં 23 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. 
10. સૌથી વધુ મેચ - ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે. 

T20 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવા ભારતના આ બે ખેલાડીઓ સૌથી આગળ, જાણો લિસ્ટમાં કોનુ છે નામ

T20 World Cup 2022, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 પોતાના અંતિમ તબક્કમાં છે, બન્ને સેમિ ફાઇનલ મેચો રમાઇ ચૂકી છે, અને આગામી રવિવારે ટ્રૉફી ઉઠાવવા અને ચેમ્પીયન બનવા માટે બે ટીમો વચ્ચે જંગ જામશે, એકબાજુ ન્યૂઝીલેન્ડને હરાવનારી પાકિસ્તાની ટીમ છે, તો બીજીબાજુ ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ઇંગ્લિશ ટીમ છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેમ્પીયન બનવા માટે જંગ જામશે. 

ટી20 વર્લ્ડકપ 2022માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સારી રીતે રમી પરંતુ સેમિ ફાઇનલ મેચમાં હાર સાથે વિદાય લેવી પડી હતી. ભારતીય ટીમને ઘણીબધી આશા હતી કે ફાઇનલ જીતીને ટ્રૉફી હાથમાં લઇ લેશુ પરંતુ ઇંગ્લેન્ડે બહુ મોટો ઝટકો આપતા ટીમને બહાર ધકેલી દીધી હતી. જોકે, આ બધાની વચ્ચે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, તે છે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ સામેલ છે. 

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે જે નામોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ ટૉપ પર છે, એક વિરાટ કોહલી અને બીજો સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાનનો ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી પણ આ લિસ્ટમાં સામેલ છે. ભારતીય ફેન્સને આશા છે કે, ટી20 વર્લ્ડકપની ટ્રૉફી ભલે ના આવી પરંતુ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ભારતીય ખેલાડીને જરૂર મળશે. 

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 ટૂર્નામેન્ટની વાત કરીએ તો, બેટિંગ માટે આ વખતે વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. વિરાટે ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, જેમાં 98.66ની બેટિંગ એવરેજથી 296 રન બનાવ્યા છે, જે આ વર્લ્ડકપમાં કોઇપણ વ્યક્તિગત રીતે હાઇએસ્ટ સ્કૉર છે. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ આ ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, અને 59.75ની બેટિંગ એવરેજથી 239 રન બનાવ્યા છે. જે આ ટૂર્નામેન્ટમાં આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ બન્ને ખેલાડીઓએ ઓછી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને બતાવી છે, જેના કારણે શૉર્ટલિસ્ટમાં ટૉપ પર છે. આ ઉપરાંત પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહિન શાહ આફ્રિદીનુ નામ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉદ્ધવ ઠાકરેને સીન બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીન બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉદ્ધવ ઠાકરેને સીન બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીન બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
Embed widget