શોધખોળ કરો
Advertisement
સજ્જડ હાર પર પોતાની જ ટીમની મહિલા ક્રિકેટરે ઉડાવી ઇંગ્લેન્ડની હાર, ટ્વીટ કરીને કહ્યું આવુ, જાણો વિગતે
ઇંગ્લિશ મહિલા ક્રિકેટરનું આ ટ્વીટ ઇંગ્લિશ ક્રિકેટર રૉરી બર્ન્સને ઠીક ના લાગ્યુ, અને તેને આનો જવાબ આપતા લખ્યું- નિરાશ કરવાવાળુ એટીટ્યૂડ, જ્યારે અમે છોકરાઓ મહિલા ક્રિકેટને ખુબ સપોર્ટ કરીએ છીએ
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં મળેલી આ હારની સાથે જ ઇંગ્લેન્ડ ટીમ પર દરેક બાજુથી લોકો કૉમેન્ટો કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં પોતાના જ દેશની મહિલા ક્રિકેટર જોડાઇ ગઇ છે.
ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલેક્સ હાર્ટલેએ ઇંગ્લેન્ડની હારની મજાક ઉડાવી છે. તેને મજાક ભર્યુ ટ્વીટ પણ કર્યુ હતુ. આના પર ઇંગ્લિશ ક્રિકેટર રૉરી બર્ન્સ ગુસ્સે ભરાઇ ગયો હતો. ખરેખરમાં, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલેક્સ હાર્ટલેએ લખ્યું- ચાલો સારુ થયુ કે આજે રાત્રે અમારી મેચ શરૂ થતા પહેલા જ ઇંગ્લિશ છોકરાઓની મેચ પુરી થઇ ગઇ.
ઇંગ્લિશ મહિલા ક્રિકેટરનું આ ટ્વીટ ઇંગ્લિશ ક્રિકેટર રૉરી બર્ન્સને ઠીક ના લાગ્યુ, અને તેને આનો જવાબ આપતા લખ્યું- નિરાશ કરવાવાળુ એટીટ્યૂડ, જ્યારે અમે છોકરાઓ મહિલા ક્રિકેટને ખુબ સપોર્ટ કરીએ છીએ.
જોકે, બાદમાં રૉરી બર્ન્સે પોતાનુ આ ટ્વીટ હટાવી લીધુ હતુ, પરંતુ કેટલાક ફેન્સે આનો સ્ક્રીનશૉટ લઇ લીધો હતો અને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ પછી બીજો એક ઇંગ્લિશ ક્રિકેટર બેન ડકેટ પણ એલેક્સ હાર્ટલેના ટ્વીટથી ગુસ્સે થયો હતો. તેને પણ આના પર પોતાનુ ટ્વીટ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમમાં ઇંગ્લિશ ટીમને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બીજા જ દિવસે ભારતીય ટીમે જૉ રૂટની ટીમને માત આપી દીધી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement