શોધખોળ કરો
ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જો તૈયારીનો પૂરતો સમય ન મળે તો T20 વર્લ્ડકપ રદ્દ કરી દેવો જોઈએ
રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે.
![ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જો તૈયારીનો પૂરતો સમય ન મળે તો T20 વર્લ્ડકપ રદ્દ કરી દેવો જોઈએ England batsman Jason Roy if teams don not get enough time to prepare for t20 worldcup then it postpone ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જો તૈયારીનો પૂરતો સમય ન મળે તો T20 વર્લ્ડકપ રદ્દ કરી દેવો જોઈએ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04175056/jsaon-roy.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રૉય મેદાન પર વાપસીની રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે તેણે ટી20 વર્લ્ડકપના આયોજનને લઈ ચોંકાવનારું નિવેદન પડ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ચાલુ વર્ષે રમાનારા વર્લ્ડકપને લઈ જેસન રોયે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું કે, મારું માનવું છે કે જો આ વાયરસનો પ્રકોપ વધારે લાંબો ચાલે તો ખેલાડીઓને તૈયારીનો પૂરતો સમય નહીં મળે. તેથી આ સંજોગોમાં ટૂર્નામેન્ટને રદ્દ કરવી જ યોગ્ય ગણાશે.
રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે. આ સ્થિતિમાં જો અમને કહેવામાં આવે કે તમારી પાસે તૈયારી માટે માત્ર 3 અઠવાડિયાનો જ સમય છે તો અમારે તૈયારીઓ કરવી પડશે.
તેણે આગળ જણાવ્યું, મને ઈસીબી પર ભરોસો છે. આ સ્થિતિમાં બોર્ડ તમામ કોશિશ કરશે અને મારે આ બધી ચીજો પર ભરોસો કરવો જોઈએ. મારે ઈયોન મોર્ગન સાથે પણ વાત કરવી જોઈએ, કારણકે તેના દિમાગમાં કઈંકને કઈ જરૂર હશે.
ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા અંગે રોયે કહ્યું, આ મારો ફેંસલો નથી અને તેના પર સત્તાવાળા વાત કરી રહ્યા છે. જે પણ ફેંસલો થશે તે અમારા હકમાં જ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)