શોધખોળ કરો

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

IND vs ENG: બીજી વનડેમાં જો રૂટના શાનદાર અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કાર્ડિફ ODIમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું.
  • જો રૂટે અણનમ 99 રન બનાવી ઇંગ્લેન્ડને જીત અપાવી.
  • કોહલી અને ઐયરે ભારત માટે 65-66 રન બનાવ્યા.
  • આ જીતથી શ્રેણી 1-1થી બરાબર, નિર્ણાયક મેચ લોર્ડ્સમાં.

IND vs ENG:  ગુરુવારે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડેમાં જો રૂટના શાનદાર અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવ્યું. આ જીતથી ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ. હવે રવિવારે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી અને અંતિમ મેચમાં શ્રેણીનો નિર્ણય થશે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 44 ઓવરમાં 233 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 44.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

રૂટે ઇનિંગ્સને સ્થિર કરી

ઇંગ્લેન્ડની 234 રનનો પીછો કરવાની શરૂઆત સારી નહોતી. જસપ્રીત બુમરાહે બેન ડકેટને વહેલા આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ જેકબ બેથેલને આઉટ કર્યો હતો. હેરી બ્રુક પણ ગુરનૂર બરારનો બોલ માત્ર 16 રનમાં આઉટ થયો હતો. એક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 125 રન કર્યા હતા. પરંતુ અનુભવી બેટ્સમેન જો રૂટે પોતાની હિંમત જાળવી રાખી અને ઇનિંગ્સને સ્થિર કરી હતી. તેણે વિલ જેક્સ (30) સાથે છઠ્ઠી વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો. રૂટે 133 બોલમાં અણનમ 99 રન બનાવ્યા. તે સદીથી માત્ર એક રન દૂર રહ્યો, પરંતુ ગુસ એટકિન્સને વિજયી બાઉન્ડ્રી ફટકારીને મેચ જીતી લીધી. સેમ કુરને 26 રનનું યોગદાન આપ્યું, જ્યારે કેપ્ટન જોસ બટલરને 11 રન બનાવીને અક્ષર પટેલે આઉટ કર્યો.

ભારતીય બોલરોએ શરૂઆતમાં દબાણ બનાવ્યું

ભારતીય ઝડપી બોલરોએ નવા બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું. બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બરારે શરૂઆતમાં ફટકા માર્યા, જેનાથી ઈંગ્લેન્ડ પર દબાણ આવ્યું. જોકે, ત્યારબાદ રૂટે શાનદાર બેટિંગ કરી ભારતીય બોલરોને વાપસી કરવાની તક ગુમાવી દીધી. ગુરનુરે બે વિકેટ લીધી, જ્યારે બુમરાહ, પ્રસિદ્ધ, શિવમ દુબે અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.

કોહલી અને ઐયરે ભારતની ઇનિંગને મજબૂત બનાવી

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમ 44 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી વિરાટ કોહલી અને વાઈસ કપ્તાન શ્રેયસ ઐય્યર સૌથી વધુ સ્કોરર રહ્યા. કોહલીએ 66 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે શરૂઆતથી જ આત્મવિશ્વાસથી બેટિંગ કરી અને ઘણા આકર્ષક શોટ રમ્યા. શ્રેયસ ઐય્યરે 71 બોલમાં 66 રન બનાવ્યા, બંને બેટ્સમેનોએ 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી પરંતુ તેમના આઉટ થયા પછી ભારતીય બેટિંગ તૂટી પડી હતી 

રોહિત શર્મા ફરી ફ્લોપ થયો

ભારતીય ટીમ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ હતું. રોહિત 47 બોલમાં ફક્ત 26 રન જ બનાવી શક્યો. તેની ઇનિંગમાં ફક્ત એક છગ્ગોનો સમાવેશ થતો હતો અને તે લાંબા સમય સુધી રન બનાવવા માટે સંઘર્ષ કરતો હતો. ઇંગ્લેન્ડના બોલરોએ તેને સતત દબાણમાં રાખ્યો અને તેણે આખરે વિલ જેક્સના બોલ પર જોસ બટલરને સરળ કેચ આપ્યો. શુભમન ગિલે 31 રન બનાવ્યા જ્યારે ઇશાન કિશન માત્ર એક રન બનાવીને આઉટ થયો. નીચલા ક્રમના બેટ્સમેન વોશિંગ્ટન સુંદર (2), અક્ષર પટેલ (1) અને શિવમ દુબે (0) યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યા. મધ્યમ ક્રમના પતનને કારણે ભારત મોટો સ્કોર બનાવી શક્યું નહીં, 26 બોલમાં 15 રન આપીને ચાર વિકેટ ગુમાવી દીધી.

ઇંગ્લેન્ડના બોલરોનું પ્રભાવશાળી પ્રદર્શન

ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર સૌથી સફળ બોલર રહ્યો. તેણે 10 ઓવરમાં 47 રન આપીને ત્રણ વિકેટ લીધી અને ભારતીય બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા. ગુસ એટકિન્સને પણ ત્રણ વિકેટ લીધી, જ્યારે સાકિબ મહમૂદે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

Frequently Asked Questions

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડેનું પરિણામ શું આવ્યું?

બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.

ઇંગ્લેન્ડની જીતમાં કયા ખેલાડીએ મહત્વનો ભાગ ભજવ્યો?

જો રૂટે શાનદાર અણનમ 99 રન બનાવી ઇંગ્લેન્ડની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેણે ઇનિંગ્સને સ્થિર કરીને ટીમને વિજય અપાવ્યો.

ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન કયા ખેલાડીઓએ બનાવ્યા?

ભારત તરફથી વિરાટ કોહલીએ 65 રન અને શ્રેયસ ઐય્યરે 66 રન બનાવી સૌથી વધુ સ્કોરર રહ્યા. બંનેએ 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ ક્યાં રમાશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ લોર્ડ્સમાં રવિવારે રમાશે. આ મેચ શ્રેણીનો નિર્ણય કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget