(Source: ECI/ABP News/ABP Majha)
Adil Rashid Hajj: ઇગ્લેન્ડનો આ બોલર હજ પઢવા જશે, ટીમ ઇન્ડિયા વિરુદ્ધ નહી રમી શકે સીરિઝ
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પણ રાશિદને મંજૂરી આપી દીધી છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમશે. ઇગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ODI-T20 સિરીઝમાંથી ખસી ગયો છે.
વાસ્તવમાં રાશિદ ખાને હજ પર જવાનું નક્કી કર્યું છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પણ રાશિદને મંજૂરી આપી દીધી છે. રાશિદ ઈંગ્લિશ ક્લબ યોર્કશાયર તરફથી રમે છે. આવી સ્થિતિમાં ક્લબે પણ રાશિદને મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે રાશિદ ખાન જૂલાઈમાં પરત ફરે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તે આવતા મહિને ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝ રમી શકે છે. આ સીરિઝની પ્રથમ મેચ 19 જૂલાઇએ રમાશે.
34 વર્ષીય આદિલ રશીદે ESPN ક્રિકઇન્ફોને જણાવ્યું હતું કે હું હજ પર જવા માટે યોગ્ય સમય શોધી રહ્યો હતો, પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે તે મુશ્કેલ બની ગયું. જ્યારે મેં ECB અને ક્લબને હજ પર જવા વિશે કહ્યું ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા. તેમણે મને પ્રોત્સાહિત કર્યો અને તરત જ મંજૂરી આપી દીધી હતી. હવે હું મારી પત્ની સાથે થોડો સમય મક્કામાં વિતાવીશ.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 1 જૂલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ રમશે. બાદમાં સાત જૂલાઇથી ટી-20 સીરિઝ શરૂ થશે. આ પછી વનડે સીરિઝ રમાશે.
ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનુ પુરેપુરુ શિડ્યૂલ
ટેસ્ટ સીરીઝ શિડ્યૂલ
5મી ટેસ્ટ, એઝબેસ્ટૉન, 1 થી 5 જુલાઇ
T20 સીરીઝ શિડ્યૂલ
પહેલી T20 - 7 જુલાઇ, એસેજ બાઉલ
બીજી T20 - 9 જુલાઇ, એઝબેસ્ટૉન
ત્રીજી T20 - 10 જુલાઇ, ટ્રેન્ટ બ્રિઝ
વનડે સીરીઝ શિડ્યૂલ
પહેલી વનડે - 12 જુલાઇ, ઓવલ
બીજી વનડે - 14 જુલાઇ, લૉર્ડ્સ
ત્રીજી વનડે - 17 જુલાઇ, માન્ચેસ્ટર