શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બે જૂનના રોજ લોર્ડ્સમાં રમાવાની છે.
![શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી England Test Cricketers Expected to Withdraw From The Final Leg of IPL 2022 શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/28/4cd40ab6d72b347f9f4abe57dae81530_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Will England Cricketers Participate In IPL 2022: ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ યોજાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમની તૈયારી માટે ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી પોતાના ખેલાડીઓને બહાર રાખવાનો નિર્ણય લઇ શકે છે.
ઇગ્લેન્ડને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બે જૂનના રોજ લોર્ડ્સમાં રમવાની છે. ઝડપી બોલર માર્ક વૂડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન જોની બેયરસ્ટો સહિત ઇગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટર કાઉન્ટીના એ 22 ખેલાડીઓમાં સામેલ છે જેમણે આગામી મહિને 10 ફ્રેન્ચાઇઝીની આઇપીએલ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જોકે, અત્યાર સુધી આઇપીએલના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ અનુસાર આઇપીએલ 27 માર્ત અને મેચના અંતિમ સપ્તાહ વચ્ચે રમાશે. જેનાથી ઇગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટરોને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સીરિઝની તૈયારી માટે સમય મળશે નહીં.
જો ઇગ્લેન્ડના ક્રિકેટર આઇપીએલની આખી સીઝન રમે છે તો સંભાવના છે કે તે લોર્ડ્સ ટેસ્ટમાં રમશે નહી. વેબસાઇટ ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર ઇગ્લેન્ડના ખેલાડીઓ અથવા આઇપીએલ ટીમોને તેમની ઉપલબ્ધતા અંગે હજુ સુધી કોઇ ઔપચારિક સૂચના આપી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અનેક ફ્રેન્ચાઇઝીઓએ સંકેત આપી દીધા છે કે તેમણે ઇગ્લેન્ડના ખેલાડીઓને સામેલ કરવાની યોજના બનાવવી જોઇએ.
જોની બેયરસ્ટો, માર્ક વૂડ સિવા. ડેવિડ મલાન, ઓલી પોપ, ક્રેગ ઓવરટન, સૈમ બિલિગ્સ અને ડૈન લોરેન્સ સહિત અનેક ટેસ્ટ ક્રિકેટર પણ ઇસીબીની યોજનામાં સામેલ હોઇ શકે છે કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝમાં સામેલ હતા. જોસ બટલરને રાજસ્થાન રોયલ્સે રિટેન કર્યો છે. જો રૂટ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ આઇપીએલની આ સીઝનમાં ભાગ નહી લે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)