શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ફોર્થ અમ્પાયરિંગ કરનારન ગાર્થ સ્ટિરાટનો ઈતિહાસ જાણીને ચોંકી જશો
સ્ટિરાટ પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં હતાં ત્યારે તેમનું નામ સ્ટીવ પાર્નેલ હતું. જોકે, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સ્ટિરાટના ભૂતકાળ વિશે જાણતા હતા.
નેલ્સનઃ પાંચમી નવેમ્બરે નેલ્સન ખાતે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20માં ફોર્થ અમ્પાયર તરીકેની ભૂમિકા ભજવનાર ગાર્થ સ્ટિરાટનો ભૂતકાળ જાણીને ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું છે. સ્ટિરાટ અગાઉ પોર્ન ફિલ્મોમાં કામ કરતા હતા. 51 વર્ષીય સ્ટિરાટે ત્રીજી ટી20માં ફોર્થ અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડનો 14 રને વિજય થયો હતો.
બ્રિટિશ ટેબ્લોઈડ ધ સનના જણાવ્યા પ્રમાણે, સ્ટિરાટ પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં હતાં ત્યારે તેમનું નામ સ્ટીવ પાર્નેલ હતું. જોકે, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સ્ટિરાટના ભૂતકાળ વિશે જાણતા હતા. એટલું જ નહીં તેમણે ઈંગ્લેન્ડના ખેલાડીઓને પણ તેના વિશે જણાવ્યું હતું.
સ્ટિરાટ 10 વર્ષ રહેલા ન્યૂઝીલેન્ડ પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસિયેશનના ચિફ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. પરંતુ તેમના ભૂતકાળની જાણ થયા બાદ તેમને તે પદેથી હટાવી દેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેમણે ક્રિકેટ અમ્પાયર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો જેમાં તેમને સફળતા મળી છે. તેમણે મહિલા ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અમ્પાયરિંગ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement