શોધખોળ કરો

ENG vs WI: સુપર-8ની મેચમાં ઇગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટથી આપી કારમી હાર, સોલ્ટની તોફાની ઇનિંંગ

ઇગ્લેન્ડે સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું. ફિલિપ સોલ્ટે ઈગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ENG vs WI T20 World Cup 2024 Match Highlights: ઇગ્લેન્ડે સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું. ફિલિપ સોલ્ટે ઈગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સોલ્ટે 47 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સામે સારુ પ્રદર્શન કરી શક્યું નહીં. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની 42મી મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે મેચમાં એકતરફી જીત નોંધાવી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે સફળ સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 180 રન બનાવ્યા હતા. ટીમ માટે જોન્સન ચાર્લ્સે 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે માત્ર 17.3માં જીત મેળવી હતી. લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે મેચ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને એકતરફી જીત મેળવી હતી.                  

ઇંગ્લેન્ડની એકતરફી જીત

ફિલિપ સોલ્ટ અને કેપ્ટન જોસ બટલરે લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન (46 બોલ)ની ભાગીદારી કરી હતી. 8મી ઓવરના ચોથા બોલ પર કેપ્ટન બટલરની વિકેટ સાથે આ ભાગીદારીનો અંત કર્યો હતો. રોસ્ટન ચેઝે બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો. બટલરે 22 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમને 11મી ઓવરના પહેલા બોલ પર મોઈન અલીના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો, જેને આન્દ્રે રસેલે આઉટ કર્યો હતો. મોઈને 10 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા.

આ પછી વેસ્ટ ઈન્ડિઝના બોલરો ઈંગ્લેન્ડની કોઈ વિકેટ લઈ શક્યા ન હતા. અહીંથી ફિલિપ સોલ્ટે જોની બેયરસ્ટો સાથે મળીને અણનમ 97 (44 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય રેખા પાર પહોંચાડી હતી. સોલ્ટે 47 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 87 રન ફટકાર્યા હતા. આ સિવાય બેયરસ્ટોએ 26 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Chopda Pujan : દિવાળીના પર્વ પર અમદાવાદમાં 6\3 ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજનDiwali 2024 : દિવાળીના તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો, અમદાવાદમાં 629 અકસ્માતRajkot Crime : રાજકોટમાં દિવાળીએ ફટાકડા ફોડવાની બબાલમાં યુવકની હત્યાથી ખળભળાટPatan Accident : પાટણમાં ભયંકર અકસ્માત , એક જ પરિવારના 4ના મોતથી અરેરાટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'
Exclusive: ઉદ્ધવ ઠાકરે કે શરદ પવાર, જરૂર પડશે તો કોને પસંદ કરશો? દેવેન્દ્ર ફડણવીસે કરી 'ભવિષ્યવાણી'
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો, 50 ટકા વધશે બેઠકો, એનસીપી-શિવસેનાને મોટું નુકસાન, નવા સર્વેએ ચોંકાવ્યા
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો, 50 ટકા વધશે બેઠકો, એનસીપી-શિવસેનાને મોટું નુકસાન, નવા સર્વેએ ચોંકાવ્યા
ગુજરાતના 6 અધિકારીઓને મળશે ગૃહમંત્રી મેડલ, પ્રથમ વખત સાળી-જીજાજીને એક સાથે મળશે સન્માન
ગુજરાતના 6 અધિકારીઓને મળશે ગૃહમંત્રી મેડલ, પ્રથમ વખત સાળી-જીજાજીને એક સાથે મળશે સન્માન
IRCTC માંથી ઓનલાઈન રિઝર્વેશન કરાવતા પહેલા ધ્યાન આપો, આજથી ટિકિટ બુક કરવાના નિયમો બદલાઈ ગયા
IRCTC માંથી ઓનલાઈન રિઝર્વેશન કરાવતા પહેલા ધ્યાન આપો, આજથી ટિકિટ બુક કરવાના નિયમો બદલાઈ ગયા
Embed widget