(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને લઈ ECBને મળ્યો ધમકી ભર્યો ઈમેલ, આજે લેસ્ટરમાં મહિલા ટીમો વચ્ચે રમાશે મેચ
તાજેતરમાં ન્યૂઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જે બાદ ઈસીબીએ પણ ઈંગ્લેન્ડની પુરુષ અને મહિલા બંને ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય તેવી જાહેરાત કરી હતી.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)ને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યાની વાત સામે આવી છે. જાણકારી મુજબ ઈમેલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ(NZC)ને લઈને મોકલવામાં આવ્યો છે. હાલ ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીંયા બંને દેશોની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 ટી20 અને 5 વન ડે મેચની રમવાની છે.
ટીમની વધારવામાં આવી સુરક્ષા
ઈસીબીને મળેલા ઈમેલમાં સીધી રીતે ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમને લઈ કંઈ લખવામાં આવ્યું નથી. જોકે ન્યૂઝીલેન્ડ બોર્ડ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ આજે લેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન ડે મેચ રમવા ઉતરશે. સલામતી તરીકે ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ પુરુષ ટીમ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરીને પરત ફરી
તાજેતરમાં ન્યૂઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જે બાદ ઈસીબીએ પણ ઈંગ્લેન્ડની પુરુષ અને મહિલા બંને ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય તેવી જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સુરક્ષાને લઈ ધમકી મળ્યા બાદ પ્રથમ વન ડે મેચની શરૂઆત પહેલા જ પ્રવાસ રદ્દ કરી દીધો હતો.
દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકોના થયા મોત
દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા સતત પાંચ દિવસ કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,115 નવા કેસ અને 252 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સોમવારે 30,256 નવા કેસ નોંધાયા હતા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 96,46,778 લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 55,50,35,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.