શોધખોળ કરો
Advertisement
9માં નંબરે બેટિંગમાં આવેલા આ ખેલાડીએ 6 બૉલમાં 21 રન ફટકારીને ટીમને અપાવી રોમાંચક જીત, જાણો વિગતે
ફેબિયન એલનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેને 6 બૉલમાં 21 રન બનાવ્યા, અને બૉલિંગમાં 13 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી
નવી દિલ્હીઃ ફેબિયન એલનના દમદાર ઓલરાઉન્ડર પ્રદર્શનના દમ પર વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ત્રણ વિકેટથી હરાવી દીધુ છે. આની સાથ જ યજમાન ટીમે 2-1થી સીરીઝ પર કબજો જમાવી દીધો છે. શ્રીલંકાના સ્પીનર્સે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો પર લગામ લગાવીને રાખી હતી. 132ના લક્ષ્ય પણ તેમના માટે પડકારજનક થઇ ગયો હતો. 18મી ઓવર પુરી થયા બાદ તેમનો સ્કૉર 7 વિકેટ પર 105 રન હતો, તેને 18 બૉલ પર 27 રનની જરૂર હતી.
કેપ્ટન જેસન હૉલ્ડરે વાનનિનડુડુ હસસંગાની ઓવરમાં છગ્ગાની મદદથી સાત લીધા, હવે છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂર હતી. એલને 19મી ઓવરમાં અકિલા ધનંજયના બૉલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા. આની સાથ જે વેસ્ટ ઇન્ડિઝે મેચ અને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો.
ફેબિયન એલનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેને 6 બૉલમાં 21 રન બનાવ્યા, અને બૉલિંગમાં 13 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી.
ટૉસ જીત્યા બાદ શ્રીલંકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, સીરીઝમાં સતત ત્રીજી વાર તેમને ટૉસ જીત્યો. શ્રીલંકાના ટૉપ ઓર્ડર રન ના બનાવી શક્યા અને આનુ પરિણામ એ આવ્યુ કે ટીમ મોટો સ્કૉર ના બનાવી શકી. દિનેશ ચંડીમલ અને અશન બંડેરાની 63 બૉલમાં 85 રનની પાર્ટનરશીપની મદદથી શ્રીલંકાએ 131નો સ્કૉર બનાવ્યો હતો. ચંડીમલે અણનમ 54 અને બંડેરાએ 44 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion