શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનના કારણે આ ખેલાડીને ઉભી થઇ પૈસાની તંગી, વેચવા કાઢી પોતાની BMW કાર
લૉકડાઉના કારણે દોડવીર દુતી ચંદ પૈસાની તંગી સામે ઝઝૂમી રહી છે. હવે તે પોતાના આ મોંઘી કાર વેચવા માગે છે. દુતી 2021માં ટોકિયોમાં રમનારા ઓલિમ્પિકની તૈયારીઓ કરવા માટે પૈસા ભેગા કરવા માંગે છે, જેના કારણે તેને આ મોટુ ડિસીઝન લીધુ છે
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશમાં નાના માણસોથી લઇને મોટા મોટા દિગ્ગજ સ્ટાર્સ અને સેલેબ્સ પણ આર્થિક મંદીના સપાટામાં આવી રહ્યાં છે. બૉલીવુડ સ્ટાર્સની સાથે સાથે સ્પોર્ટ્સ પર્સન પર પણ હવે આર્થિક તંગીનો માર પડી રહ્યો છે. સ્ટાર ભારતીય દોડવીર દુતી ચંદને પણ પૈસાની તંગી ઉભી થઇ છે. દુતી ચંદે વર્ષ 2018માં 30 લાખમાં ખરીદેલી પોતાની બીએમડબલ્યૂ 3 સીરીઝ (BMW 3 series) વેચવા કાઢી છે.
લૉકડાઉના કારણે દોડવીર દુતી ચંદ પૈસાની તંગી સામે ઝઝૂમી રહી છે. હવે તે પોતાના આ મોંઘી કાર વેચવા માગે છે. દુતી 2021માં ટોકિયોમાં રમનારા ઓલિમ્પિકની તૈયારીઓ કરવા માટે પૈસા ભેગા કરવા માંગે છે, જેના કારણે તેને આ મોટુ ડિસીઝન લીધુ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ રમતોની મોટી મોટી ટૂર્નામેન્ટો રદ્દ થઇ ગઇ છે. આ કારણે ખેલાડીઓને સ્પૉન્સર પણ નથી મળી રહ્યાં. આવામાં પૈસાની કમીના કારણે દુતી ચંદે ખુબ મુશ્કેલીમાં મુકાઇ છે. એટલા માટે તે પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે તે પોતાની મનપસંદ કારને વેચવા માટે મજબૂર બની છે.
દુતી ચેદં કહ્યું કે, સ્પૉન્સરશીપની કમી અને કોઇ રમત ચાલુ ના હોવાના કારણે હવે તેની પાસે પૈસા ભેગા કરવાનો એક જ રસ્તો બચ્યો છે, તે છે મારી કાર વેચવાનો. તેને કહ્યું કે, કોરોના વાયરસના કારણે બધી રમતો બંધ છે અને મારુ કોઇ સ્પૉન્સરશીપ પણ નથી, અને છેલ્લા કેટલાક મહિનામાં મારી કોઇ આવક નથી. આ બધા કારણોથી મારી પૈસા પૈસા ભેગા કરવાનો બીજો કોઇ ઓપ્શન રહ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement