Team India: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની બેટિંગ પર આફરીન થયા દુનિયાભરના દિગ્ગજો, મળી ગયો રોહિત શર્માનો પાર્ટનર
Shubman Gill Batting: પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમને લાગે છે કે યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પ્રતિભાશાળી ખેલાડી છે. તેણે કહ્યું કે તે બેટિંગ ક્રમમાં ત્રીજા અને ચોથા નંબર પર પણ સારો દેખાવ કરી શકે છે.
Shubman Gill Batting: પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમને લાગે છે કે યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પ્રતિભાશાળી ખેલાડી છે. તેણે કહ્યું કે તે બેટિંગ ક્રમમાં ત્રીજા અને ચોથા નંબર પર પણ સારો દેખાવ કરી શકે છે. ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની 3-0 થી ODI શ્રેણી જીતના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક હતો, તેણે ત્રણ ઈનિંગમાં 205 રન બનાવ્યા હતા અને તેને 'પ્લેયર ઑફ ધ સિરીઝ'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ગિલને ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પહેલા કાર્યવાહક કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો અને 64, 43 અને અણનમ 98 રનનો સ્કોર બનાવીને પસંદગીને વાજબી ઠેરવી હતી, જેનાથી લાંબા ગાળાના વન ડે ઓપનર તરીકેની તેની મજબૂત દાવેદારી રજૂ કરી છે. સબા કરીમે કહ્યું, હું ગિલને પ્રતિભાશાળી ખેલાડી તરીકે જોઉં છું કારણ કે આ સ્તરે, આપણે બધાએ તેને ઓપનર તરીકે ભારત માટે સારી બેટિંગ કરતા જોયો છે. પરંતુ તક મળતાં, મને ખાતરી છે કે તે નંબર 3, નંબર 4 પર સારો દેખાવ કરી શકશે.
દિગ્ગજોએ કર્યા વખાણ
કરીમના મંતવ્યો સાથે સંમત થતા, ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરિસે ગિલને શર્મા, ધવન અને કેએલ રાહુલની લીગમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું હતું, જોકે તેણે સ્વીકાર્યું હતું કે યુવા ખેલાડીને હજુ સુધાર કરવાની જરૂર છે. તેણે કહ્યું, 'એક ખેલાડી તરીકે તમે હંમેશા શીખતા રહો છો. 200 ટેસ્ટ મેચ રમ્યા છતાં પણ તેંડુલકર અંત સુધી શીખવાની વાત કરતો રહ્યો હતો. તમે જાણો છો, મને લાગે છે કે, તમે શુભમન ગિલ જેવા યુવા ખેલાડીને અત્યારે સંપૂર્ણ ખેલાડી તરીકે ક્યારેય જોશો નહીં કારણ કે તેને ઘણો સુધારો કરવાની જરૂર છે.
અનુભવ મેળવવામાં સમય લાગશે
પૂછવામાં આવ્યું કે શું તે ગિલને ભવિષ્યમાં સંભવિત ભારતીય કેપ્ટન તરીકે જુએ છે, કરીમે વિચાર્યું કે મોહાલીના ખેલાડીને સ્થાનિક સ્તરે નેતૃત્વનો અનુભવ મેળવવામાં થોડો સમય લાગશે. તેણે કહ્યું, 'મને લાગે છે કે કોઈ પ્રકારનો અનુભવ મેળવવો સારો છે અને એક વર્ષ, બે વર્ષ પછી આપણે શુભમનને ઈન્ડિયા ટી20 લીગમાં ટીમનું નેતૃત્વ કરતા જોઈશું.