Ajay Jadeja: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ પહેલા લીધો મોટો નિર્ણય, આ પૂર્વ સ્ટાર ગુજરાતી ક્રિકેટરને બનાવ્યો મેંટર
ICC ODI World Cup 2023: અફઘાનિસ્તાન 2019 ODI વર્લ્ડ કપમાં તમામ મેચ હારી ગયું હતું. ટીમે 9 મેચ રમી, જેમાં ટીમ એક પણ જીતી શકી ન હતી.
Ajay Jadeja: વન ડે વર્લ્ડ કપ 2023 માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટે પૂર્વ ભારતીય દિગ્ગજ અજય જાડેજાને ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. 2015 અને 2019 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેના કારણે બોર્ડે આ વર્લ્ડ કપ માટે આ નિર્ણય લીધો હતો.
2019 વર્લ્ડ કપમાં તમામ મેચ હારી, 2015માં એક મેચ જીતી
અફઘાનિસ્તાન 2019 ODI વર્લ્ડ કપમાં તમામ મેચ હારી ગયું હતું. ટીમે 9 મેચ રમી, જેમાં ટીમ એક પણ જીતી શકી ન હતી. અગાઉ, 2015 ODI વર્લ્ડ કપમાં, અફઘાનિસ્તાન કુલ 6 મેચ રમ્યું હતું, જેમાં ટીમ 5 હારી હતી અને માત્ર 1 જીતી હતી. આવી સ્થિતિમાં, આ વખતે ટીમ ચોક્કસપણે આગામી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માંગશે.
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે
ભારત દ્વારા આયોજિત થનારો ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ધર્મશાલામાં બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ અફઘાન ટીમની બીજી મેચ 11 ઓક્ટોબરથી દિલ્હીમાં ભારત સામે થશે.
અજય જાડેજાની કેવી છે કરિયર
અજય જાડેજા 1996ના વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. અજયે ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે રમી છે. તેણે ટેસ્ટની 24 ઇનિંગ્સમાં 576 રન બનાવ્યા જેમાં 4 અડધી સદી સામેલ છે. આ સિવાય વનડેની 179 ઇનિંગ્સમાં તેણે 6 સદી અને 30 અડધી સદીની મદદથી 5359 રન બનાવ્યા છે. તેણે 1992 થી 2000 વચ્ચે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું.
🚨 NEWS 🚨
— Afghanistan Cricket Board (@ACBofficials) October 2, 2023
ACB Appointed former Indian Captain and middle-order batter Ajay Jadeja as AfghanAtalan's Mentor for the ICC Men’s Cricket World Cup 2023.
More 👉: https://t.co/sm5QrShfTq pic.twitter.com/uEJASEUqzd
ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં આમને-સામને થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. તો બીજી તરફ, આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ડેલ સ્ટેને રોહિત શર્માને શાહીન આફ્રિદી સામે બેટિંગ કરવા માટે ખાસ સલાહ આપી છે. આ સિવાય ડેલ સ્ટેને 5 એવા બોલર્સના નામ આપ્યા છે જે આગામી વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. આ બોલરોમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ પણ સામેલ છે.