શોધખોળ કરો
Advertisement
ભારતને મિનિ વર્લ્ડકપ જીતાડનારો આ ક્રિકેટર ભાજપમાં જોડાયો, જાણો ક્યા રાજ્યમાં ભાજપને કરાવશે ફાયદો ?
તે આઈસીસી ક્રિકેટ સમિતિમાં ખેલાડીઓના પ્રતિનિધિ છે. ભાજપ હાલમાં તમિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકે સાથે જોડાણમાં છે.
ચેન્નઈ: ટીમ ઈન્ડીયાના એક સમયના સફળ સ્પીનર તથા હાલના ક્રિકેટ કોમેન્ટેટર શિવરામ ક્રિષ્નાએ હવે રાજકીય ઈનિંગ્સ શરૂ કરી છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તામિલનાડુમાં આગામી વર્ષ ધારાસભા ચૂંટણી આવી રહી છે. તે પુર્વે તામીલનાડુ ભાજપના પ્રમુખની હાજરીમાં એક સમારોહમાં તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. 17 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો તેઓ નવ ટેસ્ટ, નવ વનડે રમ્યા છે. તેઓ ખુદની ક્રિકેટ એકેડેમી ચલાવે છે. હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે.
શિવરામકૃષ્ણનનો રાજકારણમાં પ્રવેશ આશ્ચર્યજનક છે. શિવકુમારને પહેલા દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચ દરમિયાન માન્યતા મળી હતી અને અહીંથી 1982-83માં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
શિવએ પહેલી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 17 વર્ષની ઉંમરે રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી તેઓ એક કમેંટેટર હતા. તે આઈસીસી ક્રિકેટ સમિતિમાં ખેલાડીઓના પ્રતિનિધિ છે. ભાજપ હાલમાં તમિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકે સાથે જોડાણમાં છે.
17 વર્ષની ઉંમરે લક્ષ્મણ શિવરામકૃષ્ણને વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભારત તરફથી 9 ટેસ્ટમાં 26 અને 16 વન-ડેમાં 15 વિકેટ ઝડપી છે. જોકે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ફક્ત ચાર વર્ષ ચાલી હતી. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 76 મેચમાં 154 વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે ભારતના સફળ ક્રિકેટ કોમેન્ટેટર બન્યા છે.Tamil Nadu: Former Indian cricketer Laxman Sivaramakrishnan joins Bharatiya Janata Party in Chennai. https://t.co/bE05u082hx pic.twitter.com/U5arZLrboQ
— ANI (@ANI) December 30, 2020
આ પહેલા એવી અટકળો હતી કે પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપામાં સામેલ થઈ શકે છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion