શોધખોળ કરો
Advertisement
પૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું, ફીલ્ડિંગને ગંભીરતાથી નથી લઈ રહ્યા ભારતીય ખેલાડી
ભારતીય ફીલ્ડરોએ એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સાથે ચાલુ પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસે ચાર કેસ છોડી દીધા છે.
ભારતીય ફીલ્ડરોએ એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સાથે ચાલુ પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસે ચાર કેસ છોડી દીધા છે. તેની વચ્ચે એક ટેસ્ટમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ રાખનારા પૂર્વ ભારતીય ક્રિકેટર યજુરવિંદ્ર સિંહનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓ ફીલ્ડિંગને ગંભીરતાથી નથી લઈ રહ્યા.
ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન વિકેટકીપર ઋષભ પંત, પુજારા, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને કેચ છોડ્યા. પંતે રોરી બર્ન્સનો, અશ્વિને બેન સ્ટોક્સનો 31 રન પર, પુજારાએ સ્ટોક્સનો અને રોહિતે ડોમિનિક બેસનો કેચ છોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભારતીય ખેલાડીઓ ઘણા સરળ કેચ છોડી દીધા હતા, જેને લઈ ટીમ ઈન્ડિયાએ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
1977માં બેંગલુરૂમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટમાં સાત કેચ ઝડપવાનો રેકોર્ડ રાખતા યજુરવિંદ્રનું માનવું છે કે ખાસ ફીલ્ડરોએ જ નજીકમાં ફીલ્ડિંગ કરવી જોઈએ. નજીકમાં ફીલ્ડિંગ કરતા સમયે ખૂબ જ અભ્યાસની જરૂર પડે છે. જ્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ નજીકમાં ફીલ્ડિંગ કરશે તો શું તમે તેની પાસે કેસ પકડવાની આશા રાખી શકશો ? ખેલાડીઓ ફીલ્ડિંગને ગંભીરતાથી નથી લઈ રહ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement